ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં ડ્રોન કેમેરાને લઈને એક રસપ્રદ ઘટના સામે આવી છે. જંબુસર તાલુકાના ટુંડજ ગામની સીમમાં એક સ્થાનિક વ્યક્તિએ માત્ર વિડીયોગ્રાફી કરવાના હેતુથી ડ્રોન ઉડાડ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આકાશમાં અચાનક ડ્રોન કેમેરો ઉડતો જોઈ કેટલાક લોકોમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ડ્રોન દેખાતાની સાથે જ કેટલાક લોકો આમતેમ દોડતા નજરે પડે છે. આ દ્રશ્યોને લઈને પંથકમાં રમુજી ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ, સામે આવેલા અન્ય એક વીડિયોમાં કેટલાક લોકો દારૂનું સેવન કરતા કેમેરામાં કેદ થયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

જોકે, વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ અને સમગ્ર ઘટનાની હકીકત અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટનાને પગલે પંથકમાં કથિત ગેરકાયદેસર દારૂના વેચાણ અને સેવન સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ચર્ચાઓ તેજ બની છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે જો પંથકમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કે સેવન થતું હોય તો સંબંધિત પોલીસ તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here