પાનોલી પોલીસે બાકરોલ બ્રીજ પાસે વૈભવી કારમાં લઇ જવાતા ૧.૨૫ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પાલઘરના ઈસમને ૫.૩૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા આપેલ સૂચનાને આધારે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી ગ્રે કલરની ઇનોવા ફોર વ્હીલ ગાડી નંબર-એમ.એચ.૦૪.ઈ.કયું.૬૬૮૨માં વિદેશી દારૂ લઇ એક ઇસમ અંકલેશ્વર તરફ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે બાકરોલ બ્રીજ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૫૮ બોટલ મળી આવી હતી.પોલીસે ૧.૨૫ લાખનો દારૂ અને કાર મળી કુલ ૫.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરી મુંબઈના પાલઘર દુર્વેશ ખારાપાડા ખાતે રહેતો મહેશ ભવરલાલ પ્રજાપતીને ઝડપી પાડ્યો હતો જયારે સુરતના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.