ભરૂચ એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારી,પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી તેમજ હાલમાં લંકા પ્રીમીયર લીગની ટી-20 મેચ સીરીઝ ચાલુ હોય અને તેના ઉપર કેટલાક જુગારીયા મેચની હારજીત, રન, ફોર-સિક્સ, વિકેટ વિગેરે પર ઓનલાઇન મોબાઈલ ઉપર જુગાર રમતા હોય જેવી ચોકકસ માહિતીના આધારે પાલેજના માછીવાડમાં છાપા મારી કરી હતી.
જેમાં પાલેજના માછીવાડમાં રહેતા તોસીફખાન તથા તેના પિતા અતાઉલ્લાખાન હબીબખાન પઠાણના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ઓનલાઇન એપ્લીકેશન દ્વારા લંકા પ્રીમીયર લીગની ટી-20 મેચ ગાલે ટાઇટન્સ અને બી-લવ કેન્ડીની વચ્ચે ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન દ્વારા ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેંટીંગનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.જ્યારે અન્ય બે ફરાર થઈ ગયા હતા.
એસ.ઓ.જીએ સ્થળ પર જુગારના સાધનો મોબાઈલ ફોન નંગ-૬ તથા ડેલ કંપનીનુ લેપટોપ નંગ-૧ તથા રોકડા રૂપિયા સાથે મળી કુલ રૂ.૧,૧૮,૩૬૦/- કબ્જે લઈ ઝડપાયેલા આરોપી તોસીફખાન અતાઉલ્લાખાન પઠાણ, અતાઉલ્લાખાન હબીબખાન પઠાણ, બન્ને રહે. માછીવાડ પાલેજ, તા.જી.ભરૂચના વિરૂધ જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે બે અન્ય આરોપી બબલુભાઇ અને ઉમાભાઇ ને વોન્ટેડ જાહેરકરી વધુ તપાસ હાથધરી છે.