ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી મિલકત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના અન્વયે નબીપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે ઓસારા ગામે શાળાની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામા કોઇ ઇસમે લોખંડના સળીયા લાવીને શંકાસ્પદ હાલતમા મુકેલ છે. જે બાતમી આધારે પોલીસ ટીમે બાતમીવાળી જગ્યા ઉપર તપાસ કરતા ખુલ્લી જગ્યામા લોખંડના સળીયા પડેલ મળી આવ્યા હતા અને ત્યાં એક ઇસમ પણ હાજર મળી આવ્યો હતો.
નબીપુર પોલીસ ટીમે લોખંડના સળિયા જોતા તેમાં જાડા-પાતળા સળીયા નંગ-૧૯૦ જેની લંબાઇ આસરે ૪૦ફુટની હતી.જેનું વજ્ન કરાવતા કુલ ર૨૧૯ કિ.ગ્રા થયું હતું.પોલીસે એક કિલોની લોખંડની કિ.રૂ.૫૦ લેખે ગણી સળીયાની કુલ કિ.રૂ.૧,૧૦,૯૫૦નો તમામ મુદ્દામાલ કબ્જે લઈ ત્યાં હાજર ઇસમ સલીમખા અલીખા સમેજા ઉ.વ.૨૯ ધંધો.વેપાર હાલ રહે.તવરા ઠાકોર ફળીયામા મંગાભાઇ કાભઈભાઇ ઠાકોરના મકાનમા તા.જી.ભરૂચ મુળ રહે.ભોજારીયા ગામ પોસ્ટ.બિજણા તા.ચોટલા જી.બાડમેર (રાજસ્થાન)ની અટક કરી વધુ તપાસ આરંભી છે.