રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતી ડાંગની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ બાદ આશાનું કિરણ લઈને આવી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની થવા ગામની આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવા. જ્યારે નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારી દ્રષ્ટિ વસાવા પ્રથમ રમતવીર બની છે.
આવનારા વર્ષ 2026માં દરિયાપાર યોજાનાર ઓલમ્પિકમાં ભારત દેશ તરફથી પ્રથમવાર યજમાની કરશે. 9મી નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વખત મેડલ મેળવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઇન્ડિયન આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજીત 9મી “આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-2023”નું ગુલમર્ગ કાશ્મીર ખાતે 2 થી 4 ફેબ્રઆરી યોજાઈ હતી.
જેમાં ભારતના કુલ 18 રાજ્યએ ભાગ લીધો હતો.તેમાં ગુજરાત રાજ્યથી 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ટીમ ગેમ ઇવેન્ટમાં 1 ગોલ્ડ , 2 સિલ્વર, 1 બ્રોન્ઝ અને ટીમ ટાર્ગેટમાં 1 સિલ્વર, 2 બ્રોન્ઝ તેમજ ટીમ અને ઇન્ડિવિઝયુઅલ ડિસ્ટન્સમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવી 9મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-2023માં ગુજરાત રાજયને નામનાં અપાવી હતી. આ 9મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-૨૦૨૩માં ગુજરાત રાજ્યમાંથી 8 વિધાર્થીઓ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યા છે.
પોતાના અનુભવને આગળ વધારીને સિનિયર ગર્લ દ્રષ્ટિ વસાવા તથા ગુજરાતની ટીમના કોચ વિકાસ વર્માએ પુરી ટીમ તૈયાર કરી કુલ-20 ખેલાડીની ટીમ સાથે પુરા આત્મવિશ્વાસથી રમતમાં પોતાનું કૌશલ્ય દાખવતા ગુજરાત તરફથી ભાગ લીધો હતો પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે કાશ્મીરનું તાપમાન 7 ડિગ્રી હોવા છતાં ગુજરાતના ખેલાડીઓએ ખૂબ સારૂ પ્રદર્શન કરી દરેક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમને આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસીએશન ગુજરાતના પ્રેસિડેન્ટ મહેશભાઈ વસાવા અને સેકેટરી રંજનબેન વસાવા તરફથી શુભેચ્છા પાઠવી હતી.