ભારતના પ્રથમ વડાપ્રધાન અને આધુનિક ભારતના ઘડવૈયા સ્વ. પંડિત જવાહરલાલ નેહરૂની જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સ્વ. જવાહરલાલ નેહરૂની પ્રતિકૃતિને સુતરની આંટી અને પુષ્પ અર્પણ કરી તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ તકે આગેવાનોએ જણાવ્યું હતું કે, 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદ ખાતે જન્મેલા જવાહરલાલ નેહરુએ દેશની સ્વતંત્રતાની ચળવળમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વધુમાં, ગુજરાતના વિકાસમાં તેમના યોગદાનને યાદ કરતા જણાવાયું હતું કે, આજે જે ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે તે સરદાર સરોવર ડેમનો પાયો પણ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ જ નાખ્યો હતો. દેશના નવનિર્માણમાં તેમની દૂરંદેશી હંમેશા યાદ રહેશે.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here