કેન્દ્ર સરકારે 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરતા ભરૂચ આદિવાસી સમાજે નોંધાવ્યો વિરોધ

0
158

ભરૂચ આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમજ કેન્દ્ર સરકારે 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરતા તેનો વિરોધ નોંધાવી તેને રદ કરવાની પણ માગ કરી છે.

આદિવાસી સમાજના આગેવાનોના જણાવ્યાં અનુસાર રાષ્ટ્રપતિના 1950 અને 1956ના મોડિફાઇડ નોટીફીકેશનનું ઉલ્લંઘન કરી કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે 14મી સપ્ટેમ્બરના રોજ 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરવાની જાહેરત કરવામાં આવી છે જે તાત્કાલિક રદ્દ કરવા, નિયામક આદિજાતિનો 15-9-22નો ગેરબંધારણીય પત્ર રદ્દ કરવા, રબારી, ભરવાડ અને ચારણ જાતિને બક્ષીપંચમાં સમાવેશ કરવા, તમામ ક્ષેત્રે આદિવાસીના ખોટા જાતી પ્રમાણ પત્રો રદ્દ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સહીત પાંચ માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આદિવાસી સમાજને ખરા અર્થમાં ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here