ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવા આવે છે. જેના ભાગરૂપે દરેક શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પણ શિક્ષકદિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જાણીતા સમાજસેવી મહિલા અંજુ કાલરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એક વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું અર્થાત શિક્ષકનું શું મહત્વ છે એ વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. અને ગુરુનો આદર જળવાય અને એમનું નામ રોશન થાય એ રીતે સમગ્ર જીવન દરમિયાન કર્મ કરવાની શીખ આપી હતી. આજીવન પોતાના શિક્ષકોની અને ગુરુની શિખને ધ્યાનમાં રાખવાની મનોકામના વ્યક્ત કરી વિદ્યાર્થીઓએ ગુરુ વંદના કરી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલા ઉપરાંત શાળાના આચાર્ય, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here