હરિયાણા બીજેપી નેતા સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં ગોવા પોલીસે શુક્રવારે ક્લબના માલિક અને ડ્રગ સ્મગલર સહિત વધુ બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ક્લબના વોશરૂમમાંથી ડ્રગ્સ જપ્ત પણ કરી લીધું હતું. ગોવા પોલીસે જણાવ્યું હતું કે, કલબમાંથી ડ્રગ્સ મળી આવતા તેના માલિકની પૂછપરછ કરાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સ વિશે વધુ વિગતો આવવાની બાકી છે.

પોલીસે ડ્રગ્સ સ્મગલર દત્તપ્રસાદ ગાંવકરની ધરપકડ કરી છે. તેણે આરોપી સુખવિંદર સિંહને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. પોલીસે ગઈકાલે આ કેસના સંબંધમાં બે આરોપી સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનની ધરપકડ કરી હતી. કોર્ટે સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ પહેલા ગોવા પોલીસે કહ્યું હતું કે સોનાલી ફોગાટના ડ્રિંકમાં તેના બે સહયોગીઓએ પાર્ટી દરમિયાન નશીલો પદાર્થ મેળવીને પીવડાવ્યું હતું. શક્ય છે કે આ કારણે જ ફોગાટનું મૃત્યુ થયું હોય.

  • એજન્સી-દિલ્હી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here