ભરૂચ તાલુકા કક્ષાની દોડનું આયોજન સંસ્કાર વિદ્યાભવન, ઝાડેશ્વર ખાતે કરવામાં આવ્યું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઈ દિવ્યેશભાઇ પરમાર ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

શાળા કક્ષાએ તા.૦૪/૦૮/૨૦૨૨ ના રોજ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુમાર અને કન્યા તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુમાર અને કન્યા એમ કુલ ચાર વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.તાલુકા કક્ષાએ કુલ ૨૪૦ શાળાઓમાંથી ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જિલ્લાના નવ તાલુકામાં તાલુકા કક્ષાએ તા.૦૬/૦૮/૨૦૨૨ ના રોજ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુમાર અને કન્યા તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુમાર અને કન્યા એમ કુલ ચાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તા.૦૮/૦૮/૨૦૨૨ ના રોજ ભાગ લેશે.

આ ઉપરાંત તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ચાર વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાના ૧૫ મી ઓગષ્ટના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ ચાર વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાના ૧૫ મી ઓગષ્ટના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here