આમોદ મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી અને મામલતદાર ડૉ.જે.ડી.પટેલની અધ્યક્ષતામાં આમોદ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘનું ચૂંટણી યોજાઈ હતી.જેમાં ચેરમેન તરીકે હસમુખભાઈ પટેલ (રોંધ) તથા વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ માનસિંહ રાજ(કેરવાડા)ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

ચૂંટણી પ્રક્રિયા વખતે આમોદ તાલુકાના સહકારી આગેવાનો તેમજ ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘને કોંગ્રેસ પાસેથી આંચકી લઈ ભાજપે સત્તા હાંસલ કરી હતી.ચેરમેન હસમુખભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન સંજયસિંહ રાજની બિનહરીફ વરણી થતાં શુભેચ્છકોએ તેમને ફુલહાર ચઢાવી અભિનંદન પાઠવ્યા હતાં.તેમજ વાઇસ ચેરમેન સંજયસિંહ રાજે સહકારી આગેવાનોનું મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.

ચેરમેન હસમુખભાઈ પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલનો આભાર વ્યક્ત કરી સંસ્થાને સુવ્યવસ્થિત ચલાવવાની ખાતરી આપી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here