આજરોજ ભરૂચ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત વિવિધ શાળાઓમાં પ્રવેશોત્ત્સવ યોજવામાં આવ્યો હતો.

જેમાં ભરૂચના લાહોરી ગોડાઉન મિશ્રશાળા ક્રમાંક ૪૧/૪૯,ગાયત્રી નગર મિશ્રશાળા ક્રમાંક ૫૦/૫૬,સ્ટેશન રોડ મિશ્રશાળા ક્રમાંક ૩૯માં શહેરી વિકાસ અને રાજય ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગરના ઉપ સચિવ બી.કે. ભોઇ તથા પાલિકા પ્રમુખ અમીત ચાવડાના હસ્તે તાડિયા મિશ્રશાળા ક્રમાંક ૪૩ અને વેજલપુર ડુંગાજી મિશ્રશાળા ક્રમાંક ૩૭માં કુલ ૯૯ જેટલા બાળકોને આવકારી પ્રવેશ અપાયો હતો.

શાળાપ્રવેશોત્સવ માટે ખાસ પધારેલા ઉપ સચીવ બી.કે.ભોઇ નગરપ્રાથમિક સંચાલિત શાળાની સફાઇ,શિસ્ત તથા ભણતરની સમીક્ષા કરી આનંદ અનુભવ્યો હતો તેમણે જણાવ્યું કે મેં આજ સુધી આટલી સુવવસ્થીત શાળાઓ જોઇ નથી કે જેમાં બાળાકોને ઘરે રહેવા કરતા શાળામાં રહેવાનું વધારે ગમતું હોય, એટલું સુંદર વાતાવરણ શાળામાં હોય . તેમણે આ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇન્દીરાબેન રાજ અને શાશનાઅધિકારી નીશાંત દવેને આટલી કાળજી સાથે બાળકોને ભણવા માટેનું વાતાવરણ ઉભું કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે શાળાના કામ માટે કોઇ પણ જરૂર પડે જણાવજો જેથી તમામ પ્રકારની મદદ સરકાર પણ કરશેની ખાત્રી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here