દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા નાં તમામ હોદેદારો ની બેઠક યોજાઇ હતી. જેમાં અવાર નવાર આ વિસ્તારમાં માનવ અધિકાર નું હનન થતું હોય, તો દરેક માનવી સુધી માનવ અધિકાર વિશે જાગૃતિ લાવવા માટે તેમજ આવનાર સમયમાં માનવ અધિકારો સમજાય એ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ મિટિંગ બાદ તમામ સરકારી કચેરીઓની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ડેડિયાપાડા પીએસઆઈ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ સુનિલ પ્રસાદ,નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ યોગેશ ભાલાણી, કોર્પોરેટ ડિપાર્ટમેન્ટ ચેરમેન.ઇશ્વરભાઇ વસાવા, પ્રાયોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન જયદીપભાઈ પટેલ, એક્ઝિક્યુટીવ પ્રેસિડેન્ટ મનોજભાઈ તંબોલી, વાઇસ ચેરમેન જયદીપ વસાવા, દેડીયાપાડા લેબર ઓફિસર રાજેશ વસાવા સહિત અનેક હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
* સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા