આજરોજ લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામમાં ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિ નિમિતે વર્ષ 2021-22ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ થી નવાજવામાં આવ્યા.આ પ્રસંગે શાળામાં ઉપસ્થિત મહેમાન કાંતિલાલ એમ પરમાર કે જેમણે સમાજને શિક્ષિત બનાવવા સેવા વ્રત ધારણ કરેલ છે.એમના હસ્તે શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું. તેઓ સામાજિક સમરસતા માટે વિશેષ કાર્યરત છે.શાળામાં અલગ અલગ વિભાગ માંથી વિદ્યાર્થીઓને એના શ્રેષ્ઠ દેખાવ માટે સમગ્ર ગુણોને આધારે પસંદગી કરવામાં આવી છે. આ સાથે પ્રસંગને અનુરૂપ શાળા માં શ્રેષ્ઠ વક્તા દ્વારા ડો.ભીમરાવની વિચારધારાને કિરણભાઈ પટેલે હળવી શૈલીમાં બાળકોને સમજાવી,જેથી સમાજને શ્રેષ્ઠ દિશામાં આગળ વધારી શકાય.બડી સોચ કા બડા જાદુ ,મારો ધ્યેય જ મારું જીવન જેવા સુંદર વિચારો વિદ્યાર્થીઓ માં રોપ્યા.
આજના દિને ગુજરાતી માધ્યમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સ્થાન પામેલ વિદ્યાર્થીઓમાં 1.સુતરિયા હાર્દિક લાલિતચંદ્ર ધો-9,2.બારીયા ચેતના મહેશભાઈ ધો-8,3.માછી મિહિર ગણેશ ભાઈ ધો-3,4.માછી ભ્રામી વિજય ભાઈ -શિશુ-2 તેમજ અંગ્રેજી માધ્યમમાં,1.સિંગ સુહાની સુજીત ધો -7,2.કાયસ્થ ક્રિસંગ રાજેશ ધો-4,3.મકવાણા ભાર્ગવ પીયૂષ ભાઈ ukg આ તમામ વિદ્યાર્થીઓ વર્ષ 2021-22 માં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું બિરુદ પામ્યા.જે બદલ શાળા પરિવાર સમગ્ર વિદ્યાર્થીઓને અભિનંદન આપી હર્ષની લાગણી અનુભવી છે.