આજ રોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા ગડખોલ બ્રિજ ખાતે લાઈટ તેમજ ટ્રાફિક ના ચિન્હો ના અભાવે એક્સિડન્ટ તેમજ હાલાકી પડી રહી છે અને અકસ્તમાતોને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ૧૦ મી ફેબ્રુઆરી ના દિવસે પણ ફાનસ અને મીણબત્તી લઈ વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં નિર્ણય ના લેવાતા આ અનુસંધાને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જે બાદ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા સરકાર ના ઇશારે કાફલો ખડકી આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અટકાવવાનો પ્રયાસ કરી યુવા કોંગ્રેસ ના કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા, જિલ્લા યુવા મહા મંત્રી વસીમ ફડવાલા, યુવા સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, સિકંદર કડીવાળા, દેવેન્દ્રસિંહ ડોડિયા,સોયેબ ઝગડિયાવાલા, ધર્મેન્દ્ર સાંગદોટ, મનુ સોલંકી, મમતાબેન વસાવા,અરુણ વસાવા,લાલાભાઈ ઉત્તમભાઈ પરમાર હાજર રહ્યાં હતા.