૩ લાખ સુધીની પાક ધિરાણ લોન જારો ટકા વ્યાજ આપવાનો પરિપત્ર હોવા છતાં ખેડૂતો પાસે થી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા 7 ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવ્યું છે જે પરત આપવા ની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેકટરને આવેદન પાઠવાયું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા આવેદનમાં જણાવાયું હતું કે ખેડૂતો ને આપવામાં આવતી પાક ધિસણ લોન ૩ લાખ સુધી જીરો ટકા વ્યાજે આપવાનો સરકારે પરિપત્ર કરેલ છે તેમ છતાં રાષ્ટ્રીય કૃત બેંકો માં દરેક ખેડૂત પાસે થી ગયા વર્ષે 7 % લેખે વ્યાજ વસૂલવામાં આવ્યું છે. જે હજુ સુધી ખેડૂતોને રિફંડ મળ્યું નથી. અમુક બેંકમાં તો 2 વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે. બેંક અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચૂકવાઇ નથી એટલે અમે ખેડૂતોને આપી શકીએ નહિ, બેંકો અને સરકારના મિસ મેનેજમેન્ટના કારણે ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બેંકોમાં ફસાયેલા છે. જે રકમ તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં પરત આપવામાં આવેની માંગ કરવામાં આવી હતી.