ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ભરૂચ શહેરમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ દુબઈ ટેકરી ખાતેથી પાન-બીડીની કેબીન પાસે તથા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસે દુબઇ ટેકરી ખાતે થી આરોપી નવીનભાઈ રણછોડભાઈ વસાવા ઉ.વ.૩પ રહે. દુબઈ ટેકરી, રણછોડ ભગતનુ ફળીયુ, ઝાડેશ્વર રોડ ભરૂચને વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની નાની મોટી બોટલ/બિયર ટીન કુલ નંગ-૧૦૪ અને સેમસંગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૦૨ સાથે કુલલ મુદ્દામાલ કિ. રૂ. ૪૨,૩૦૦/- સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે નયન ઉફે બોબડો કિશોરભાઈ કાયસ્થ રહેવાસી.દાંડીયા બજાર, તા.જી.ભરૂચ,યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઈ મિસ્ત્રી રહેવાસી. સમની ગામ, તા.આમોદ જી.ભરૂચ, કરણભાઈ દિલીપભાઈ વસાવા રહેવાસી. દુબઈ ટેકરી, તા.જી.ભરૂચ, મારૂતિ સ્વીફટ ડિઝાયર સિલ્વર કલરની ગાડીનો ચાલક જેનુ નામઠામ કે ગાડીનો નંબર જણાય આવેલ નથી તેને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.