- વિદ્યાર્થીઓના મુખે આનંદ
યુક્રેનથી ભારતીય નાગરિકોને લઈને આવતું વિમાન રવિવારે વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. આ ફ્લાઈટમાં 250 ભારતીય નાગરિકો ભારત આવ્યા છે. અત્યાર સુધીમાં 3જી ફ્લાઈટ ભારત પહોંચી છે.
એર ઈન્ડિયાનું વિમાન 250 ભારતીયોને લઈને બુખારેસ્ટથી મુંબઈ માટે રવાના થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે એર ઈન્ડિયાની આ પ્રથમ ઈવેક્યુએશન ફ્લાઈટ છે. એરલાઇનની બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ સવારે 11.40 વાગ્યે દિલ્હીથી રવાના થઈ હતી અને IST સાંજે લગભગ 6.30 વાગ્યે બુખારેસ્ટ પહોંચવાની અપેક્ષા છે.
ભારતીય નાગરિકો રસ્તા દ્વારા યુક્રેન-રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા હતા તેઓને ભારત સરકારના અધિકારીઓ બુખારેસ્ટ લઈ ગયા હતા જેથી તેઓને એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા ઘરે લાવી શકાય. પ્રથમ એક્ઝિટ ફ્લાઇટ AI1944 બુખારેસ્ટથી IST બપોરે 1:55 વાગ્યે રવાના થઈ હતી અને લગભગ 9 વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પહોંચવાની અપેક્ષા છે.
250 વધુ ભારતીય નાગરિકો સાથે બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ AI1942 રવિવારે વહેલી સવારે દિલ્હી પરત ફરે તેવી અપેક્ષા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા એર ઈન્ડિયા શનિવારે બુખારેસ્ટ અને હંગરીની રાજધાની બુડાપેસ્ટ માટે વધુ ફ્લાઈટ્સ ચલાવશે. ગુરુવારે, યુક્રેનિયન સત્તાવાળાઓએ પેસેન્જર વિમાનોના સંચાલન માટે તેમના દેશની એરસ્પેસ બંધ કરી દીધી હતી, તેથી ભારતીયોને ઘરે લાવવા માટે આ ફ્લાઇટ્સ બુખારેસ્ટ અને બુડાપેસ્ટથી ચલાવવામાં આવી રહી છે.