શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા દ્વારા ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, દુધધારા ડેરી અને શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, સહકારી આગેવાન તેમજ નર્મદા સુગરના ડિરેક્ટર કિશોરસિંહ વાસદીયા,ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘના સંયોજક સુરેન્દ્રસિંહ મહારાઉલજી,નેત્રંગ તાલુકા મંત્રી રમેશભાઇ પટેલ, નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ)ના ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ નેત્રંગ તાલુકા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ, સંગઠનમંત્રી મહેશભાઈ વસાવા, તાલુકા ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ ગામીત,જિલ્લા પંચાયત ના સભ્ય વર્ષાબેન દેશમુખ, સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તેમજ સભ્ય કિરીટ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
- ઇકરામ શેખ, ન્યુઝલાઇન,નેત્રંગ