- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વન-ડે સિરીઝની આજે બીજી મેચ રામવાની છે. જેને લઈને દરેક ના મનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે આ બીજી વન-ડે રમાવાની છે. આ શ્રેણી જીતવા માટ ભારતની ટીમે પૂરી રીતે તૈયારી કરી લીધી છે. અગાઉ જ્યારે મેચ રમાઈ હતી ત્યારે ભારતે ઈન્ડિઝને હાર આપી હતી.
આજે અમદાવાદમાં બીજી વનડે માં ભારતનો જોરદાર ખેલાડી લોકેશ રાહુલ વાપસી કરશે. રાહુલના બેટિંગ ઓર્ડરને લઈને આજે પ્રશ્નાર્થ છે. જોવાનું એ રહેશે કે રોહિત કયા ક્રમે રાહુલને ઉતારે છે.
પહેલી મેચમાં ચહલ અને વોશિંગટન સુંદરની સારી બોંલીગને કારણે વેસ્ટ ઈન્ડિઝે માત્ર 176 રન બનાવ્યા હતા. બાદમાં કેપ્ટન રોહિત શર્માએ 60 રન માર્યા હતા જેથી ભારત પહેલી મેચ સરળતાથી જીતી ગયું હતું.
રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું સારુ રહ્યું છે. સાથેજ રોહિત શર્માનું પર્ફોર્મન્સ પણ સૌથી વધારે સારુ રહ્યું છે. રોહિતની સાથે ગત મેચમાં ઈશાન કિશને પણ 36 બોલમાં 28 રન બનાવ્યા હતા. જોકે રાહુલ તેની બહેનના લગ્નને કારણે નહોતો રમી શક્યો. જોવ રાહુલ હોત તો ઈશાનને બહાર રહેવું પડ્યું હોત.