સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટ માં સંગમનેરથી રાજકોટ ગોળનો જથ્થો ભરી જઈ રહેલા ટ્રકની એકાએક બ્રેક ફેલ થતા બેકાબુ ટ્રક માર્ગ સાઈડે પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક,ક્લીનરને ઇજા પહોંચતા 108 દ્વારા સારવાર આપી હતી.
સાપુતારા માલેગામ ઘાટમાર્ગ અવારનવાર અકસ્માતોની હારમાળા સર્જાય છે.હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ સાઈડે સંરક્ષણ દીવાલ મ કે તૂટેલા એન્ગલની મરામતની તસ્દી લીધી નથી.જેના પગલે અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનું ચાલકોમાં ચર્ચાય રહ્યું છે. મહારાષ્ટ્ર ના સંગમનેર થી ગોળનો જથ્થો ભરી રાજકોટ જઈ રહેલા ટ્રક ન Gj 01 HT 6917 ની સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં અચાનક બ્રેક ફેલ થતા ટ્રક બેકાબુ બની હતી,જોકે ચાલકે સમયસૂચકતા થી ટ્રકને માર્ગ સાઈડે પલટી મારી દેતા ટ્રક ઊંડી ખીણમાં ખાબકતા બચી ગઈ હતી.જોકે ટ્રક પલટી જતા ચાલક ક્લીનર ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, તેમજ ટ્રકમાં રહેલ ગોળનો જથ્થો ખીણમાં વેરવિખેર થતા નુકસાન થયું હતું. સાપુતારા પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- શૈલેષ સોલંકી,ન્યુઝલાઇન, સાપુતારા