- વર્ષો પહેલા ધાનપોર અને ધમણાચા ગામ વચ્ચે બસ વ્યવહાર હતો પણ કરજણ ડેમના પાણીને લીધે રસ્તો ધોવાઈ જતા ગ્રામ જનોને મુશ્કેલી: ગ્રામ જનોની વેદના
- ગુજરાત સરકાર રોડ રસ્તા બનાવી વિકાસ કરે છેમહનર તો સરકાર અમારી માટે એક પુલ પણ બનાવી આપે તો આસપાસના 15-20 ગામોને એનો ફાયદો થાય: ગ્રામજનોની માંગ
નર્મદા જિલ્લાના ધમણાચાથી ધાનપોર ગામ વચ્ચે પુલ બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યાં છે.ગ્રામજનોનું એવું કેહવું છે કે જો સરકાર અમને પુલ બનાવી આપે તો આસપાસના 15-20 ગામોને એનો સીધો ફાયદો થાય એવો છે.ગ્રામજનોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે કરજણ ડેમ દ્વારા છોડવામાં આવતા પાણીને લીધે રસ્તો ધોવાતો ગયો અને ધાનપોર અને ધમણાચા ગામ વચ્ચેનો વર્ષો જૂનો વ્યવહાર તૂટી ગયો છે.
નાંદોદ તાલુકાના ધમણાચા ગામના મનહર પટેલે જણાવ્યું હતું કે આજથી 20 વર્ષ પહેલાં ગામ વચ્ચે બસનો પણ વહેવાર હતો.પરંતુ કરજણ ડેમ માંથી અવાર નવાર લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા રસ્તાની સાથે સાથે આસપાસનો વિસ્તાર પણ ધોવાઈ ગયો, જેથી હવે અમારે સામેના ગામ ગામ જવા માટે પણ 20-25 કિમીનો ફેરો પડે છે.ધમણાચા વાળા ખેતી કરવા ધાનપોર અને ધાનપોર વાળા ખેતી ધમણાચા આવતા હતા, પણ રસ્તો ધોવાઈ જતા લાંબો ફરો પડવાને લીધે કેટલાક ખેડૂતોએ ખેતી દાણે આપી દીધી તો કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરો વેચી દીધા.અમારે લગ્ન મરણ પ્રસંગે પણ જવાતું નથી.સરકારને અમારી અરજ છે કે આ બે ગામ વચ્ચે એક પુલ બનાવી આપે.
જ્યારે રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચ રોડ રસ્તા બને છે.તો સરકાર અહીંયા એક નાનકડો પુલ જો બનાવી આપે તો આસપાસના વાઘેથા, વરખડ, ઓરી, નિકોલી, કાંદરોજ, નાવરા, રાજપરા, રાજુ વાડિયા, સિસોદરા, ધાનપોર, રસેલા, તોરણા, ભદામ, રાજપીપળા, જેસલપોર, કોઠારા, પોઈચા, નરખડી, રૂંઢ, સેગવા સહિત અનેક ગામોને એનો સીધો ફાયદો થાય એમ છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં ઘણી જગ્યાએ રોડ રસ્તાઓ, પુલની જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાં બનાવાતા જ નથી.જ્યાં જરૂર નથી ત્યા જ બનાવાય છે.ત્યારે જિલ્લાના અધિકારીઓ જિલ્લાનો સર્વે કરી ત્યાર બાદ જ્યાં જરૂર લાગે ત્યાં જ રોડ-રસ્તાઓ અને પુલ બનાવવા મંજૂરી આપે એવી લોકમાંગ ઉઠી છે.
- વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન, રાજપીપળા