અંકલેશ્વર ના ઉમરવાડા નજીક ગુજરાત ગેસ કંપની ની સામે આવેલા કમ્પાઉન્ડમાં ઝાડ સાથે લટકતી હાલતમાં એક યુવતી નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. સ્થાનિકોએ લટકતી હાલતમાં મૃતદેહ જોઈ ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરતા પોલીસે સ્થળ પર દોડી જઇ યુવતીનો મૃતદેહ ઝાડ પરથી ઉતારી તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મહત્વની બાબત છે કે હાલ આ યુવતી ના મોત અંગેનો ચોક્કસ કારણ જાણી શકાયું નથી, તેમજ આ યુવતી કોણ છે અને અહીંયા ક્યાંથી પહોંચી તે દિશામાં પણ પોલીસે હાલમાં તો ગુનો દાખલ કરી વધુ તપાસ ના ચક્રોગતિમાન કર્યા છે.