ભરૂચ શહેરના મલબારી દરવાજા વિસ્તારમાં આવેલી જામા મસ્જિદનો વિવાદ વકરી રહ્યો છે. આ મસ્જિદ વાસ્તવમાં જૈન સમાજનું શકુનિકા વિહાર અને મહારાષ્ટ્રના મહાનુભાવ પંથ સાથે જોડાયેલા પક્ષો પણ આ સ્થળને તેમના સ્થાપક ચક્રધર સ્વામી સાથે જોડીને અલગ દાવો રજૂ કરી રહ્યાં છે.

(જામા મસ્જિદની ફાઇલ તસવીર)
જામા મસ્જિદના વિવાદમાં હાલ હાઇકોર્ટમાં બે અલગ અલગ રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. બીજી તરફ મસ્જિદની સોંપણી જૈન તથા મહાનુભવ સમાજને કરવામાં આવે તેવી માંગ સાથે હિંદુ સમાજ તરફથી આવેદન પત્ર આપવામાં આવશે. ખાસ કરીને મસ્જિદમાં તકતીઓના નામ ખોટી રીતે ચઢાવવામાં આવ્યાં છે તે દૂર કરવા સહિતની માગણીઓ તંત્ર સમક્ષ રાખવામાં આવશે. આ શાસન દરમિયાન તેમણે અનેક ઐતિહાસિક ઇમારતો તથા ધર્મ સ્થાનોનું નિર્માણ કર્યું છે. શહેરના મલબારી દરવાજા વિસ્તારમાં આવેલી જામા મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ મસ્જિદને જૈન સમાજનું શકુનિકા વિહાર હોવાનો દાવો કરી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે.
આ મસ્જિદ છે કે શકુનિકા વિહાર તે નક્કી કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં બે અલગ અલગ રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે. અને તેની હાલમાં સુનાવણી ચાલી રહી છે. રીટ પીટીશનોમાં મસ્જિદ પુરાતત્વ વિભાગ હસ્તક હોવા છતાં તેમાં ગેરકાયદે રીતે બાંધકામો કરી દેવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યાં છે. જામા મસ્જિદના વિવાદના સંદર્ભમાં આજે હીંદુ સંતો તરફથી આવેદનપત્ર આપવામાં આવશે. ખાસ કરીને મસ્જિદમાં તકતીઓના નામ ખોટી રીતે ચઢાવવામાં આવ્યાં છે તે દૂર કરવા સહિતની માંગણીઓ તંત્ર સમક્ષ રાખવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.






