ભરૂચ જિલ્લામાં 1 જાન્યુઆરી, 2027ની લાયકાત તારીખને ધ્યાનમાં રાખીને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SSR-2027) શરૂ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લાના પાંચ વિધાનસભા મતવિભાગો—જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વરની મુસદ્દા મતદારયાદી જાહેર કરાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદારયાદીની હાર્ડકોપી અને ફોટા વિનાની સોફ્ટકોપી પણ આપવામાં આવી હતી.

મતદારયાદીમાં નામ ઉમેરવા કે કમી કરવા, વિગતો સુધારવા અને સ્થળાંતર માટે 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધી અરજી કરી શકાશે. નવા મતદાર તરીકે નામ નોંધાવવા ફોર્મ-6, વિદેશી ભારતીય મતદાર નોંધણી માટે ફોર્મ-6A, નામ કમી કરવા ફોર્મ-7 અને વિગતો સુધારવા કે સ્થળાંતર માટે ફોર્મ-8 ભરવાનું રહેશે.

1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરતા યુવાનોને મતદારયાદીમાં નામ નોંધાવવા અપીલ કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેએ નાગરિકોને મુસદ્દા મતદારયાદીમાં પોતાનું નામ અને વિગતો તપાસી સમયમર્યાદામાં જરૂરી સુધારા કરાવવા કહ્યું હતું.તેમણે મતદારયાદી શુદ્ધ અને ક્ષતિરહિત બનાવવા રાજકીય પક્ષોનો સહકાર પણ માગ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here