દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં મુંબઈના ઈન્કમટેક્સ વિભાગ (Income Tax Department)ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈથી લઈ દહેજ (Dahej) સુધી આવેલી ફૂડ કલર અને કેમિકલ ઉત્પાદક કંપનીઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં કુલ ચાર સ્થળો પર મુંબઈની ઈન્કમટેક્સ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવતા ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

દરોડા અને સર્ચ ઓપરેશનની મુખ્ય વિગતો
આ મેગા ઓપરેશન અંતર્ગત મુખ્યત્વે રોહા ડાયકેમ (Roha Dyechem) અને તેની સાથી કંપનીઓમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આ કંપનીઓ ફૂડ કલર (Food Colour) બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

સુરતમાં બે સ્થળો પર સર્ચ
સુરત (Surat)માં પણ ઈન્કમટેક્સની ટીમો ત્રાટકી છે, જેમાં શ્રી અરિહંત ડાઈકેમ (Shree Arihant Dyechem) અને અકાઈ ઈન્ડસ્ટ્રીઝ (Akai Industries) ખાતે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

મુંબઈ અને સુરતની ટીમોનું સંયુક્ત ઓપરેશન
મુંબઈથી દહેજ સુધીના વિવિધ એકમો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં મુંબઈની ઈન્કમટેક્સ ટીમની સાથે સુરતના ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ જોડાયા છે.

ટેક્સ ચોરી અને બેનામી વ્યવહારોની તપાસ
​​​​​​​આવકવેરા વિભાગની ટીમો દ્વારા સંબંધિત કંપનીઓના હિસાબી ચોપડા, ડિજિટલ ડેટા, દસ્તાવેજી પુરાવા, સંભવિત ટેક્સ ચોરી તેમજ બેનામી વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here