આમોદ તાલુકાના નાહિયેર ગામે આવેલા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીના નિવાસસ્થાને આજ રોજ સાંજના સમયે અચાનક સાત ફૂટ લાંબો ધામણ પ્રજાતિનો સાપ ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ધારાસભ્યના નિવાસસ્થાને રસોડામાં વાસણોની પાછળ સંતાયેલો સાપ જોવા મળતાં ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધારાસભ્ય ડી.કે. સ્વામીના નાહિયેર ગામે આવેલા નિવાસસ્થાને રસોડામાં વાસણોની પાછળ અચાનક સાત ફૂટ લાંબો ધામણ પ્રજાતિનો સાપ જોવા મળતા ઉપસ્થિત લોકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.જોકે, સાપને કોઈ નુકસાન પહોંચાડવાને બદલે સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ દરમિયાન ધારાસભ્ય ડી.કે.સ્વામીએ નેચર સેવિંગ ફાઉન્ડેશનના સાપ રેસ્ક્યુ કાર્ય સાથે સંકળાયેલા અંકિત પરમારને જાણ કરી હતી. જેથી અંકિત પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી તકેદારી સાથે સાત ફૂટ લાંબા ધામણ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ થતાં ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત નિવાસસ્થાને હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ત્યારબાદ પકડાયેલા સાપને રહેણાક વિસ્તારથી દૂર નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here