ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવે એ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 15 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 15 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલવે દ્વારા 1 નવેમ્બરથી 15 નવેમ્બર, 2026 સુધી બાંદ્રા,વાપી,વલસાડ,ઉધના,સુરત,મહેસાણા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ સ્થગિત કરવામાં આવ્યું છે.આ સમયગાળા દરમિયાન આ સ્ટેશનો પર મુસાફરોને મૂકવા કે લેવા આવતા લોકો પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકશે નહીં. જોકે, માન્ય ટ્રેન ટિકિટ ધરાવતા મુસાફરોને મુસાફરી માટે પ્રવેશ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here