ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા યોજાયો લોન મેળો

0
36

ભરૂચ જિલ્લાના સામાન્ય નાગરીકો વ્યાજખોરોના ચુંગાલમાં ન ફસાય અને તેમેને તેમેની જરૂરીયાત મુજબ બેંકમાંથી જ સરકારી વિવિધ યોજનાઓ હેઠળ ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ થાય તે હેતુસર આજરોજ જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે વિવિધ સરકારી એજન્સીઓ જેમાં કલેકટર કચેરી, જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નગરપાલિકા તથા વિવિધ બેંકો સાથે મળીને નાના ધંધાવાળા વેપારીઓ જેમકે ફેરિયાઓ, પાનના ગલ્લા શાકભાજીની લારીવાળા જરૂરિયાત મંદ લોકોને લોન લેવા માટે એક જ સ્થળે બધી બેંકો તથા સરકારી વિભાગોમાંથી માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટની દરેક પ્રક્રિયાની સમજ મળી રહે અને લોન તથા અન્ય સરકારી લાભો લેવા માટે જરૂરી ફોર્મ ભરવાની કાર્યવાહીમાં આસાની રહે તેના માટે દરેક એજન્સીઓના સ્ટોલ લગાવી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.

આ આયોજનમાં આશરે ૩૦૦ થી પણ વધુ લોકોએ હાજર રહી સમજ મેળવી અને જરૂરી માહિતીઓ મેળવેલ. જેમાં લોન લેવી આધાર કાર્ડ અપડેટ કરવા, આયુષ્માન કાર્ડ મેળવવા- અપડેટ કરવા, શૈક્ષણિક લોન મેળવવી વગેરેના સ્ટોલ રાખવામાં આવેલ જેમાં 236 જેટલા લોકોએ વિવિધ સ્ટોલ પરથી રૂબરૂમાં માહિતીઓ મેળવી.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ડીવાયએસપી આર આર સરવૈય, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, લીડ બેંક મેનેજર જીગ્નેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે કાર્યક્રમનું સંચાલન જગદિશ પરમારે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here