અગાઉ શાળાઓ અને કોર્ટને ધમકી મળવાની ઘટનાઓ બાદ હવે જેલોને નિશાન બનાવવાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.અમદાવાદની સાબરમતી જેલ સહિત ગુજરાતની જેલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

શાળાઓ અને કોર્ટને ધમકી મળ્યા બાદ હવે આજે (ત્રીજી નવેમ્બર) ગુજરાતની વિવિધ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. અમદાવાદની સાબરમતી જેલ સહિત ગુજરાતની વિવિધ જેલોને નિશાન બનાવવાની ધમકી મળતાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ધમકી અંગે જાણ થતાં બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક બનાવવામાં આવી છે. સ્થાનિક પોલીસની ટીમો જેલમાં તપાસ કરવા પહોંચી ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદની સાબરમતી જેલ સહિત ગુજરાતની જેલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અગાઉ શાળાઓ અને કોર્ટને ધમકી મળવાની ઘટનાઓ બાદ હવે જેલોને નિશાન બનાવવાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
ધમકી મળતાં સંબંધિત તંત્ર દ્વારા બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી છે.

પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને સુરક્ષાને લગતી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ધમકીની વિશ્વસનીયતા અને તેના સ્ત્રોત અંગે તપાસ કરવામાં આવી રહી છે. ધમકી અંગે વધુ વિગતો, તપાસ દરમિયાન શું સામે આવ્યું અને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે કે કેમ તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here