ભરૂચના વેજલપુર નીઝામ વાડીના યુવાનનું કુકરવાડા ખાતે નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજયું હતું.
ભરૂચના વેજપુર ખાતે નિઝામવાડીમાં પરિવાર સાથે રહેતા અને શીવા ફાર્મા કંપનીમાં નોકરી કરતા અક્ષયકુમાર રમેશભાઇ મિસ્ત્રી ગત તા. ૧૭મીએ મીત્રો સાથે શુકલતીર્થ પુનમના મેળામાં જવા નાવડીમાં ગયા હતા. જયાંથી આજરોજ સવારે પરત આવી રહ્યા હતા તે વેળા અક્ષય બોટમાંથી નીચે ઉતરવા જતો હતો. ત્યારે વાંસની ઠેસ વાગતા તે કુકરવાડા ખાતે ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો.
આ ઘટનાના પગલે તેના મિત્રોએ બુમરાણ મચાવી હતી અને અક્ષયને તરતા ના આવડતું હોય તેને બચાવવાના તમામ પ્રયત્નો હાથધર્યા હતા. પરંતુ તેને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ બન્યા હતા. આખરે મહામહેનતે તેમણે અક્ષયની લાસને બહાર કાઢી હતી. આ ઘટ્નાની વાત વાયુ વેગે પ્રસરતા વેજલપુર નિઝામવાડીના તેના મિત્રો સહ્તનાઓ ભરૂચ સિવિલ ખાતે દોડી આવ્યા હતા.
આ ઘટનાની જાણ રૂરલ પોલીસને કરાતા પોલીસે મૃતકની લાસને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.અચાનક પોતાના મિત્રની વિદાયના પગલે સમગ્ર વેજપુર પંથકમાં ધેરાશોકની લાગણી છવાઇ છે.