આદિવાસીઓના મસીહા ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ 15 મી નવેમ્બરે ભારત સરકારે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આદિવાસી જનનાયક ધરતી આબા બિરસા મુંડાની 146 જન્મજયંતી અને ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના (BTTS) સંગઠનનો 8 મો સ્થાપના દિવસની નિમિતે આજ રોજ નેત્રંગ ચાર રસ્તા પર આજે બીરશાં નાં સર્કલ પર ફૂલ હાર ચઢવવામાં આવ્યા હતા. જેમાં નેત્રંગ તાલુકા ના માજી પ્રમુખ મગન વસાવા તેમજ માજી સિંચાઇ સમિતિ ના ચેરમેન પરેશ વસાવા તેમજ વિજયભાઈ અને દિલીપભાઈ સહિત સામાજિક કાર્યકરો હજાર રહ્યા હતા.
•મિતેષ આહીર,ન્યુઝ્લાઇન,નેત્રંગ