The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

0
ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

ભારત દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામેથી થયો છે. જ્યાં કટ્ટરવાદી મુસ્લિમોએ સિન્ડિકેટ બનાવી 37 આદિવાસી પરિવારના 100 થી વધુ લોકોને મુસ્લિમ બનાવી દીધા છે. ભરૂચ જિલ્લા પોલીસે આ અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધી મૌલવી સહિત 9 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના કાંકરીયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં ધાર્મિક કટ્ટરવાદીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. કાંકરીયા ગામના 100 થી વધુ હિન્દુઓને મુસ્લિમ ધર્મમાં પરીવર્તીત કરાવી ચુકયા છે. મુસ્લિમ ધાર્મિક કટ્ટર સિન્ડીકેટના સભ્યો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેર કાયદેસર રીતે ધર્માંતરણ કરાવવા તેમજ મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડીંગ ભેગુ કરી ધર્માંતરણની અસામાજીક પ્રવૃતિ ચાલુ કરી હતી.
વસાવા હિન્દુ આદિવાસી લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ , છળકપટ કર્યું હતું. હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે વયમનસ્ય ફેલાવી હતી. ગુજરાત અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના આ ગુનાહિત કાવત્રામાં ભરૂચ જિલ્લાના કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાનું બિડુ ઝડપી , કાંકરીયા ગામના વસાવા હિન્દુ લોકોના 37 જેટલા કુટુંબોના 100 થી વધારે લોકોને લોભ – લાલચ આપી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાની અસામાજીક પ્રવૃતિ ચલાવતા હતા.
અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં ભરૂચ જિલ્લાના નબીપુરના વતની અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલએ વિદેશમાંથી ફંડ ઉભુ કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગ કરેલ છે. આ નાણા તેઓએ કાંકરીયા ગામના હિન્દુ વસાવા ભાઇ – બહેનોને મુસ્લિમ બનાવવા તેમજ હિન્દુ ધર્મ વિરૂધ્ધ નફરતના ભાવ પેદા કરી કાંકરીયાના ગરીબ વસાવા ભાઇ – બહેનોને મુસ્લિમ બનાવવા આર્થિક સહાય કરવાની લાલચ આપી ધર્મ પરીવર્તન કરાવેલ છે.
કાંકરીયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરીયાદ આપતા આ બાબતે પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને ધર્મ પરિવર્તન કરાવવા માટેના સરકારના નિયમો જોતા તેનુ પાલન થયેલ ન હોવાનુ જણાઈ આવ્યું હતું. કાંકરીયા ગામના જાગૃત નાગરિકની ફરીયાદ આધારે હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમા સહાય કરતા મુસ્લિમ કટ્ટરવાદી 9 લોકોની સિન્ડિકેટ વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ -4 તથા ઇ.પી.કો. કલમ -120 ( બી ) , 153 બી ( સી ) , 506 ( 2 ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હિન્દુઓના ધર્મ પરિવર્તનના ષડયંત્રની તપાસ ભરૂચ SC/ST સેલના DYSP હાથ ધરી છે.
વિદેશી ફન્ડિંગથી ભરૂચમાં હિન્દૂ ધર્માંતરણ કરાવતા કટ્ટરવાદી 9 મુસ્લિમ આરોપીઓ
– શબ્બીર બેકરીવાલા રહે . આમોદ
– સમજ બેકરીવાલા રહે . આમોદ
– અબ્દુલ અઝીઝ પટેલ રહે . કાંકરીયા, આમોદ
– યુસુફ જીવણ પટેલ રહે . કાંકરીયા
– ઐયુબ બરકત પટેલ રહે . કાંકરિયા
– ઇબ્રાહીમ પુના । પટેલ રહે . કાંકરીયા
– ફેફડાવાલા હાજી અબ્દુલ્લા રહે . નબીપુર , હાલ લંડન
– હશન ટીસલી રહે . આછોદ , તા . આમોદ
– ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા ( મૌલવી ) રહે . આછોદ , આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!