નેત્રંગ પોલીસ સબ ઇન્સપેક્ટર એન.જી.પાંચાણી તથા પોલીસ ટીમ સાથે નેત્રંગ ડેડીયાપાડા રોડ ઉપર આવેલ થવા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા.દરમ્યાન નેત્રંગ , ફુલવાડી ચોકડી થી થવા બાજુના રોડ તરફ થી એક બજાજ કંપનીની બાઇક નંબર- GJ 11-BK-9903 ની મોટર સાયકલ શંકાસ્પદ લાગતા રોડની સાઈડમાં ઉભી રખાવી બાઇક ચાલકને બાઇકના RTO રજીસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો તથા આધાર પુરાવા કે બીલ માંગતા નહી હોવાનું જણાવેલ અને ચાલક ઈસમનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ મનિયાભાઇ ઉર્ફે વનિયાભાઈ રાજેશભાઇ ધળુભાઇ જાતે આદિવાસી ઠાકુર ઉ.વ .૨૭ ધંધો.મજુરી રહે.પરીવર્ધા તા.શાહદા જી.નંદુરબાર હાલ રહે, ઈન્દવે તા.સાંકરી જી.ધુલીયા (મહારાષ્ટ્ર) નો હોવાનુ જણાવ્યું હતું.
આ બાઇકના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન તથા એન્જીન નંબર તથા ચેચીસ નંબર આધારે પોકેટ્કોપ મોબાઈલમાં સર્ચ કરતા આ બાઇક જુનાગઢ જીલ્લો ચોરવાડ પોલીસ મથકનો ચોરીનો ગુનો દાખલ થયેલ હોવાનુ જણાઈ આવતા બાઇકની કીમત રૂ .૪૮,૦૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
•મિતેષ આહિર,ન્યુઝલાઇન,નેત્રંગ