•પોલીસે કુલ રૂપિયા ૮,૨૯,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચ જીલ્લામાં આગામી ગ્રામ પંચાયતોની સમાન્ય ચુંટણી-૨૦૨૧ ને ધ્યાનમાં રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહીબિશન ગે.કા.પ્રવૃતિ ઉપર અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા મળેલ સુચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ બનાવી પ્રોહીબિશનની ગે.કા.પ્રવૃતિ ઉપર અસરકારક કામગીરી કરવા અને ગણનાપાત્ર કેશો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
દરમ્યાન આજરોજ બાતમી આધારે ભરૂચ શહેરમાં ભોલાવ ઉદ્યોગનગર ખાતે સફળ રેઇડ કરી મારૂતી સિયાઝ ફોરવ્હીલ ગાડી નંબર GJ-16-BN-0425 તથા હ્યુન્ડાઇ એલેન્ટ્રા
ફોરવ્હીલ ગાડી નંબર GJ-19-AA-8503 માં વિદેશી દારૂની હેરાફેરી દરમ્યાન વિદેશી દારૂની નાની મોટી બોટલ/બીયર ટીન નંગ-૧૦૪૪ કિંમત રૂપીયા ૧,૦૯,૨૦૦/- ના પ્રોહી મુદામાલ તથા ફોરવ્હીલ કાર-૦૨ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ કિ.રૂ.૮,૨૯,૪૫૦/- સાથે એક આરોપી દિવ્યેશ હરેશભાઇ કાલરીયા રહેવાસી હાલ- ફલેટ નંબર ૧૦૭, રત્નમણી એપાર્ટમેન્ટ, કુળસદ રોડ, કીમ તા.માંગરોળ જી.સુરત મુળ રહે સોંદરડા તા.કેશોદ જી.જુનાગઢને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે.સાથે પકડાયેલ આ આરોપી ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.ના પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ હોય “એ” ડીવીઝન પો.સ્ટે.માં જાણ કરવામાં આવી હતી.
ભરૂચ એલ.સી.બીની રેઇડની કામગીરી દરમ્યાન ફોરવ્હીલ ચાલક દિવ્યેશ હરેશભાઇ કાલરીયા રહેવાસી હાલ- ફલેટ નંબર ૧૦૭, રત્નમણી એપાર્ટમેન્ટ, કુળસદ રોડ, કીમ તા.માંગરોળ જી.સુરત મુળ રહે સોંદરડા તા.કેશોદ જી.જુનાગઢનાએ પોલીસ ધરપકડથી બચવા નાસી જવાના ઇરાદે પોતાના કબ્જાની મારૂતી સિયાઝ ફોરવ્હીલ ગાડી પુરઝડપે મારી નાંખવાના ઇરાદે રીવર્સ લઇ રેડીંગ પાર્ટીના પોલીસ કોન્સટેબલ દિપકભાઇને ઇજા કરતા ચાલક વિરૂધ્ધ સલંગ્ન કલમો હેઠળ અલગથી ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ ઘટનામાં પોલીસે નયન ઉફે બોબડો કીશોરભાઇ કાયસ્થ રહેવાસી દાંડીયાબજાર ભરૂચ, યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઇ મિસ્ત્રી રહેવાસી.સમની તા.આમોદ , મનીષ તથા તેની સાથેનો એક અજાણ્યો ઇસમ જેના પુરા નામ સરનામું મળી આવેલ નથી, ઇમરાનશા ઉર્ફે મરઘી દિવાન રહેવાસી. અંકલેશ્વર નવી નગરી જી.ભરૂચ, વિરમલ ઉર્ફે વીમલભાઇ ગામીત રહેવાસી.વડગામ તા.માંગરોલ જી.સુરતને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથધરવા સાથે ઝડપાયેલ આરોપી સાથે વિદેશી દારૂની બોટલ/બીયર ટીન નંગ-૧૦૪૪ કિ રૂ ૧,૦૯,૨૦૦/-, મારૂતી સિયાઝ ફોરવ્હીલ ગાડી નંબર-૯-4-16-81૫૫-0425 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-, હ્યુન્ડાઇ એલેન્ટ્રા ફોરવ્હીલ ગાડી નંબર 6.-19-//-8503 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-, વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ કિ રૂ.૧૦,૦૦૦/-, ઓપ્પો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ કિ રૂ.૧૦,૦૦૦/-, કુલ મુદ્દામાલ કિમત રૂપિયા ૮,૨૯,૪૫૦/-નો મુદ્દામાલ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરવા સાથે વોન્ટેડ આરોપીઓની તપાસ હાથધરી છે.