કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે ગાંધીનગરમાં વિકાસના કામોનું ઉદ્ઘાટન કરવાના છે. ગાંધીનગરમાં આવેલ અમૂલ ફેડ ડેરીમાં આજે અમિતશાહ પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
આ સિવાય અમિતશાહ આજે અમૂલ ફેડ ડેરીમાં ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રેટ્રીવાલ સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કરવાના છે. સાથેજ આજે તેઓ હાઈટેક વેર હાઉસિંગ સુવિઘાનું પણ ઉદ્ગાટન કરીને વિકાસના કામોને લીલીઝંડી આપવાના છે.
ગુજરાતમાં અમિતશાહનો આ પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણકે આગામી ચૂંટણીને લઈને અમિતશાહ સમીક્ષા કરવાના છે. સાથેજ તેમને યોગ્ય લાગશે ત્યાં પાર્ટીને સલાહ સૂચન પણ તેઓ આપશે. કારણકે ભાજપ દ્વારા 2022ની ચૂંટણીને લઈને અત્યારથી જ પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે.