ડેડીયાપાડા મોવી હાઇવે રોડ ઘાંટોલી ગામના બસ સ્ટેશનથી આગળ ડેડીયાપાડા તરફ આવેલ વળાકમા બમ્પ થી આગળ આશરે ૫૦ મીટર દૂર કંટેનર અને ઇકો ગાડીને અકસ્માત નડતા ઇકો ગાડીમાં બેસેલ 7 પેસેન્જરોને ઇજા થતાં ચાલક સામે ડેડીયાપાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
આ બનાવમાં કંટેનર નંબર GJ-14-w-2827 ના ચાલક ભુવન કુમાર ઉર્ફે મોનુ પ્રભુ રાય (યાદવ) રહે.મીરજાપુર હાઇસ્કુલ પાસે તા.ઉસ્તી જી.સારન છપરા (બીહાર) હાલ રહે.આઇ.ટી.સી.ઇન્ડીયા ટ્રાંસ્પોર્ટ કંપનીની ઓફીસમા શીવાજી માર્કેટ આજવા સર્કલ અમદાવાદ વડોદરા રોડ વડોદરા)એ ફરીયાદી છીતુભાઇ રતનભાઇ રોહિત ઉ,વ.૪૫ રહે, સોલિયા દવાખાના ફળિયુ તા,ડેડીયાપાડાની ઇકો ગાડી નંબર GJ-22-H-6248 પુર ઝડપે હંકારી ઓવરટેઇક કરી ઇકો ગાડીને અથાડી અકસ્માત કર્યો હતો.
આ અકસ્માતમાં ઇકો ગાડીને અડધી પલ્ટી મારતા છીતુભાઇ રતનભાઇ રોહિતને શરીરે મુઢ ઇજાઓ પહોચાડી તથા ઇકો ગાડીમાં બેસેલ પેસેન્જર દિનેશભાઇ રામસિંગભાઇ વસાવા રહે.પણગામ નિશાળ ફળિયુ તા.ડેડીયાપાડા, સંદિપભાઇ રતિલાલભાઇ વસાવા રહે.પણગામ નિશાળ ફળિયા, રામજીભાઇ કરમાભાઇ વસાવા રહે.નવાગામ ડેડીયાપાડાનિશાળ ફળિયું, વિનોદભાઇ ઉક્કડભાઇ વસાવા રહે.કાબરીપઠાર ટેકરા ફળિયા તા.ડેડીયાપાડા, સુરેશભાઇ ભરતભાઇ વસાવા રહે.મોજરા નદી ફળિયા, નિતેશભાઇ કરમસિંગભાઇ વસાવા રહે.મોજરા તા.ડેડીયાપાડા,વિવેકભાઇ ભરતભાઇ વસાવા રહે.મોજરા તા.ડેડીયાપાડાને ઇજાઓ પહોંચાડી આમ કુલ સાત ને ઇજા પહોંચાડી પોતાના કબ્બામાનું કંટેનર લઇ નાસી જઈ ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.