અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલોના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પોલીસ સ્ટાફે ઉત્તરાયણ નિમિત્તેના બંદોબસ્ત દરમિયાન મળેલ બાતમીના આધારે તપાસ કરતા અંક્લેશ્વર નજીક નેશનલ હાઇવેની બાજુમાં ભડકોદરા ખાતે એક થ્રી વ્હીલ ટેમ્પોમાં શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો ભરેલા હોવાનું જણાતા પોલીસે તેને લગતા આધાર-પુરાવા માંગતા ટેમ્પો ચાલક રજુ કરી શકેલ નહી.તેથી પોલીસે એલ્યુમિનિયમના શંકાસ્પદ ૩૭૫ કિલોગ્રામ વજનના કેબલો રૂપિયા ૫૬,૨૫૦/-ની કિંમતના તથા થ્રી વ્હીલ ટેમ્પો કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૧,૫૬,૨૫૦/- નો મુદ્દામાલ કબજે લીધો હતો અને આ ગુના હેઠળ ફરમાનઅલી જિલેદાર શેખ હાલ રહે. ભડકોદરા તા.અંકલેશ્વર જિ.ભરૂચ અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here