
137 માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરી ભરૂચ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પક્ષની સ્થાપના 28 ડિસેમ્બર 1885 ના રોજ મુંબઇમાં ગોકુલદાલ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે થઇ હતી. કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી હતા. સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ.ઓ.હ્યુમ પણ હતા. કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઇ નવરોજજી પણ હાજર હતા.
આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠી વાલા, ઇબ્રાહિમ કલકર સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.