The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં હવે 420 ગામોમાં ચૂંટણી જંગ, 63 પંચાયતો સમરસ

ભરૂચજિલ્લામાં 483માંથી 63 ગ્રામ પંચાયતો સમરસ બનતાં હવે 420 ગ્રામ પંચાયતોમાં 19મીના રોજ સરપંચ તથા વોર્ડ સભ્યો માટે મતદાન થશે. જેમાં જિલ્લાના કુલ 7.91 લાખ મતદારો પોતાના સરપંચ અને વોર્ડ સભ્યનું ભાવી નક્કી કરશે. ગત ચૂંટણીમાં જિલ્લામાં 84 ગ્રામ પંચાયતો સમરસ બની હતી.
જેની સામે આ વખતે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ઘટાડો થયો છે. મંગળવારે સરપંચ અને વોર્ડ સભ્યના ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી.જોકે, મોડી રાત્રી સુધી તાલુકાકક્ષાએથી જિલ્લાકક્ષાએ ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારોની વિસ્તૃત માહિતી ન પહોંચાડતાં સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારોનું ચિત્ર હજી સુધી સ્પષ્ટ થઇ શક્યુ ન હતું. જિલ્લાના 483માંથી 63 ગ્રામ પંચાયતો સમરસ બની છે. ગામના સર્વાંગી વિકાસ માટે લોકોએ ઇલેક્શનના બદલે સિલેક્શનનો માર્ગ અપનાવ્યો છે. બાકી રહેલાં 420 ગ્રામ પંચાયતોમાં 19મી ડિસેમ્બરના રોજ સરપંચ અને વોર્ડ સભ્યો માટે કુલ 7.91 લાખ મતદારો દ્વારા બેલેટ પેપર પર મતદાન કરવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં સૌથી વધુ 13 ગ્રામ પંચાયતો સમરસ બની છે. જ્યારે વાલિયા અને નેત્રંગ તાલુકામાં એક પણ ગામ સમરસ થયું નથી.બીજા તાલુકાઓના આંકડા જોઇએ તો વાગરામાં 11 ગ્રામ પંચાયતો, હાંસોટમાં 9, અંક્લેશ્વર અને જંબુસર તાલુકામાં 8-8 તેમજ ઝઘડિયા અને આમોદ તાલુકામાં 7-7 ગ્રામ પંચાયતો સમરસ બની છે. 19મીએ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર કાર્ય વેગવંતુ બનાવી દીધું છે.

તાલુકો પુરૂષ સ્ત્રી કુલ
આમોદ 30022 27838 57860
અંક્લેશ્વર 56477 47610 104087
ભરૂચ 86973 82040 169013
હાંસોટ 16175 15581 31756
જંબુસર 63886 57874 121760
ઝઘડિયા 55112 52595 107707
નેત્રંગ 33426 32446 65872
વાગરા 35638 33865 69503
વાલિયા 32817 31189 64006
કુલ 410526 381038 791564

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં છેલ્લાં 3 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. 2011માં 108 ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી. જ્યારે તે બાદ વર્ષ 2016ની ચૂંટણીમાં જિલ્લાની 83 ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી. જોકે, આ વર્ષે તે સંખ્યા પણ ઘટીને માત્ર 63 પર આવીને અટકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

અંકલેશ્વરમાં લૂંટ કરનાર છારા ગેંગની ૭ મહિલા ઝડપાઇ

અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને...

Antivirus Software No cost Vs Paid out

Choosing among antivirus software program free and paid...

Best Antivirus Computer software For Rookies

When choosing an antivirus system, you must consider...
error: Content is protected !!