•દત્તોપાસક પરિવાર દ્વારા કરાયું નિ:શુક્લ નિદાન સારવાર કેમ્પનું આયોજન
ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા નારેશ્વરના નાથ પ.પૂ. રંગ અવધૂત બાપજીની ૫૪મી પૂણ્યતિથી નિમિત્તે આજરોજ બાજ ખેડાવાળની વાડી ખાતે એક નિ:શુક્લ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ નવાદહેરા દત્તોપાસક પરિવાર દ્વારા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ભરૂચના સહયોગ થી યોજાયેલા કેમ્પમાં આયુર્વેદ,હોમિયોપેથ તેમજ દાંતના રોગોના નિદાન સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોના વેક્સીન તથા ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.