ઈતિહાસમાં પહેલીવાર, એક કોમર્શિયલ એરબસ વિમાને એન્ટાર્કટિકામાં બર્ફીલા રનવે પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. આ એક એવી સિદ્ધિ છે જેની કોઈએ ક્યારેય અપેક્ષા કરી ન હતી. જોકે, એ જ મહિનામાં કંપનીનું A340 એરક્રાફ્ટ બરફથી ભરેલા રનવે પર લેન્ડ થયું હતું, ત્યારથી આ ‘બરફસ્તાન’માં પર્યટનની શક્યતાઓ ખુલતી જોવા મળી રહી છે.
2 નવેમ્બરના રોજ A340 વિમાને સવારે દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનથી ઉડાન ભરી અને આ લગભગ 4,630 કિમી (2500 નોટિકલ માઈલ)નું અંતર કાપીને એન્ટાર્કટિકા પહોંચ્યું. આ પ્લેનને એન્ટાર્કટિકાના બરફ પર લઈ જનાર પાયલોટ કેપ્ટન કાર્લોસ મિરપુરી હતા.
સીએનએનના અહેવાલ મુજબ, આ કારનામું Hi Fly નામની એરલાઇન દ્વારા કરવામાં આવ્યું છે. આ સિઝનમાં, વૈજ્ઞાનિકો અને કાર્ગો સિવાય, આ વિમાન દ્વારા થોડી સંખ્યામાં પ્રવાસીઓને એન્ટાર્કટિકા પહોંચાડવામાં આવશે.
જોકે, બર્ફીલા રનવે પર પ્લેનનું લેન્ડિંગ એટલું સરળ નહોતું. કેપ્ટન મિરપુરીએ વર્ણવ્યું કે કેવી રીતે પાયલોટને ધ્રુવીય બરફમાંથી નીકળતી ચમકથી બચાવવા માટે તેમની આંખોને ખાસ કવચથી ઢાંકવી પડી. એન્ટાર્કટિકામાં હજી સુધી કોઈ વાસ્તવિક એરપોર્ટ નથી. આ બરફીલા રનવે વિસ્તારમાં માત્ર 50 લેન્ડિંગ સ્ટ્રીપ્સ છે.