ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.કે.ભરવાડ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચ શહેરના રોટરી કલબ પાછળ આવેલા મારવાડી ટેકરા પર રહેતા કુખ્યાત બુટેલગર હનીફ ઉર્ફે હન્નુ મહેમુદ દીવાનના મકાનમાં અને કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.
જે બાતમીના આધારે તપાસ કરી છાપો મારતા પોલીસને હનીફ ઉર્ફે હન્નુ મહેમુદ દીવાનના મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન નંગ-1243 કિંમત રૂ.3,03,960 અને કારની કિંમત રૂ.3 લાખ અને મોબાઈલ મળીને કુલ રૂ.6,04,460 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભરૂચ એ-ડિવિઝન પોલીસે સ્થળ પર હાજર આરોપી રાજેન્દ્ર હીરાભાઈ મિસ્ત્રીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.