દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 આરોપીઓને વર્ષ 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોગજ કોલીવાડા ગામે એક વ્યક્તિ પર હીંચકારા હુમલા અને લૂંટના ગુનામાં નર્મદા કોર્ટે 6 મહિના કેદની સજા ફરમાવી છે.

સ્થાનિક સ્વરાજની સરપંચની ચૂંટણી 19 ડિસેમ્બર 2021 ના રોજ હતી. દેડિયાપાડા તાલુકાના બોગજ કોલીવાડા ગામે મળસ્કે હરીફ સરપંચ પદના 6 ટેકેદારો તાપણું કરી રહ્યાં હતાં. ફરિયાદી સતીશ કુંવરજી વસવાના ઘર પાસે જ ચાલતા તાપણા સમયે દેડિયાપાડા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 વ્યક્તિઓનું ટોળું દોડી આવ્યું હતું.

ચૈતર વસાવાએ સળગતા લાકડા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. ટોળામાના વિજય વસાવા, રતિલાલ, જયરામ, શાંતિલાલ, સંજય, જીતેન્દ્ર, મુકેશ, ઈશ્વર અને ગણેશે દેડિયાપાડા MLA સાથે ફરિયાદી અને સાથે તાપણું કરવા બેસેલા અન્યને પણ ગડદા પાટુનો માર માર્યો હતો. સાથે જ ચૈતર વસાવાએ ભોગ બનનાર સતિષનો મોબાઈલ અને સોનાની ચેઈન મળી 61, 500 ની લૂંટ ચલાવી હતી. જે અંગે ભોગ બનનારે દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સરપંચની ચૂંટણીમાં હુમલો અને લૂંટનો કેસ નર્મદા સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સેશન્સ જજ નેહલકુમાર આર. જોષીએ દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર દામજી વસાવા સહિત તમામ 10 આરોપીઓને કસૂરવાર ઠેરવી 6 માસની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.જોકે કોર્ટે સારી વર્તણુક માટે તમામ આરોપીઓને 20 હજારના શરતી જામીને પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here