આજ રોજ તા.૨૬/૫/૨૦૨૩ ને શુક્રવારના રોજ ભરૂચ ની મુન્શી આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઇન્ટરવ્યુ નો કાર્યક્રમ યોજાયો હતો.
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં ચાલુ વર્ષે ફિટર ટ્રેડ માં અભ્યાસ કરતા ૩૮ વિદ્યાર્થીઓ માટે EVEREST INDUSTRIES LTD- DAHEJ દ્વારા એપ્રન્ટીસ જોબ માટે કેમ્પસ ઇન્ટરવ્યુ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કંપની ના HRએ હાજર રહી તાલીમાર્થીઓ નું વ્યક્તિગત ઈન્ટરવ્યુ લઈ હાજર રહેલ તાલીમાર્થીઓ માંથી ૧૫ જેટલા તાલીમાર્થીઓને એપ્રન્ટીસ જોબ માટે પસંદ કર્યા હતા. પસંદગી પામેલ તાલીમાર્થીઓને કંપનીમાં એપ્રન્ટીસ જોબ માટે જૂન ૨૦૨૩ થી હાજર થવાની ઓફર કરેલ છે.
મુન્શી આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓ કોર્ષ પૂર્ણ કરે તે પહેલા જ કંપનીમાં નોકરી માટે પસંદગી પામેલ હોય જે મુન્શી આઈ.ટી.આઈ. અને ભરૂચ સમાજ માટે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત કહેવાય. મુન્શી ટ્રસ્ટ તમામ પસંદગી પામેલ તાલીમાર્થીઓને તથા તેમના સ્ટાફ ગણ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.આ પ્રોગ્રામ માં કંપની ના HR ની સાથે મુન્શી આઈ.ટી.આઈ.ના આચાર્ય આરીફ પટેલ અને સંસ્થાના સ્ટાફગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.