આખા ભારતમાં ખૂબ મહત્વનું ગણી શકાય, તેવા NBA ઇન્સ્પેકશનમાં ભરૂચની શ્રી કે જે પોલીટેક્નિકને સિવિલ એન્જીનીયરીંગ, ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ, એનવાયરમેન્ટલ એન્જીનીયરીંગની બ્રાન્ચને NBA Accreditation મેળવવામાં સફળતા મળેલ છે.

ભારતભરની કોલજોમાં ટેક્નિકલ એજ્યુકેશનની ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્વારા બધી એન્જીનીયરીંગ કોલેજોને આંતરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ ઇન્સ્પેકશન કરવામાં આવે છે. જેમાં વોશિંગ્ટન એકોર્ડના બેન્ચમાર્ક મુજબ ભારત સરકાર દ્વારા National Board of Accreditation, દિલ્હી મારફત કે જે પોલીટેક્નિક – ભરૂચના વિઝન, મિશન, પ્રોગ્રામ એજ્યુકેશન ઓબ્જેક્ટિવ, પ્રોગ્રામ આઉટકમ, કોર્સ આઉટકમ, અભ્યાસક્રમ ડિઝાઈનની પ્રક્રિયા, ટીચિંગની મેથોડોલોજી, પ્રોફેસરોની ક્વોલિટી, આઉટકમ બેઝડ એજ્યુકેશન મુજબ ટીચિંગ તથા એસેસમેન્ટ, વર્ગખંડો, લેબોરેટરીમાં મોર્ડન ઉપકરણો, લાઈબ્રેરી, પ્લેસમેન્ટ, રિઝલ્ટ, ઉચ્ચ અભ્યાસ, સ્ટાર્ટઅપ, વગેરે તમામ બાબતોનું વિગતવાર ઇન્સ્પેકશન કરવામાં આવ્યુ હતું. અને  તમામ માપદંડ મુજબ ઇન્સ્પેકશન કરીને કે જે પોલીટેક્નિક ભરૂચને NBA Accreditation નું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.

આ ઇન્સ્પેકશનમાં રાષ્ટ્રીય સ્તરની NBA ઇન્સ્પેકશન ટિમ દ્વારા સઘન ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.ડાયરેકટરેટ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન – DTE, ગાંધીનગર દ્વારા ડો. આઈ. બી. દવે, GEC, ગાંધીનગર, સંસ્થાના NBA મેન્ટર ડો. એ. સી. ધનેશ્વર, પ્રો. જે. એચ. ગાબરા, પ્રો. જે.એસ. દોશી, ગાંધી કોલેજ, સુરત, વગેરે એ સંસ્થાને NBA પ્રક્રિયા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તથા એલ્મની એસોસિએશનના ચેરમેન ખુમાનસિંહ વાંસિયા, ભૂતપૂર્વ ધારાસભ્ય, અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ, પેરેન્ટ્સ, વગેરે એ રૂબરૂ ઉપસ્થિત રહીને NBA ઇન્સ્પેકશન ટીમને સ્ટેક હોલ્ડર તરીકે ખૂબ સરસ ફીડબેક, વગેરે આપ્યો હતો. NBA accreditation ની આખી પ્રક્રિયામાં એલ્મની એસોસિએશનની ભૂમિકા ખૂબ મહત્વની હતી. આચાર્ય એસ. એમ. મિસ્ત્રી, ભૂતપૂર્વ આચાર્ય રીંકુ આર. શુક્લા, NBA કોઓર્ડીનેટર પલક જે. શુક્લા, ઇલેક્ટ્રિકલ ખાતાના વડા એસ. સી. પટેલ, સિવિલ ખાતાના વડા શ્રીમતિ રત્ના ભટ્ટ, એનવાયરમેન્ટ ખાતાના વડા શ્રીમતિ જીની સુનિલ, તથા અન્ય ખાતાના વડાઓ તથા તમામ સ્ટાફ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સંસ્થામાં આ ઇન્સ્પેકશન માટે કોલેજના ગુણવત્તાસભર વિકાસ માટે ખૂબ વિગતવાર કામગીરી કરવામાં આવી હતી. તથા સંસ્થા ના એપ્લાઇડ મિકેનિકસ ખાતાના વડા તેમજ સાઉથ ઝોન NBA ઝોનલ ઓફિસર સી એચ ભટ્ટ ધ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કે જે પોલીટેક્નિક ભરૂચને NBA Accreditation મળવાથી કોલેજની યશકલગીમાં એક વધુ મોરપિચ્છ ઉમેરાયું છે, અને સમગ્ર શિક્ષણ જગતમાં ઉત્સાહનું વાતાવરણ ઉભું થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here