The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 238

ભરૂચ: વરેડિયા નજીક અજાણ્યાં વાહને કારને અડફેટે લેતા સર્જાયો અકસ્માત,૪ થી વધુને ઇજા

દીપાવલીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઉપરાચાપરી ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે ત્યારે આજે પણ એક અકસ્માતનો બનાવ વરેડીયા નજીક બન્યો હતો

જેમાં અજમેરથી અંકલેશ્વર પોતાના ઘરે પરત ફરી રહેલા મોહમ્મદ ખાન લતીફ ખાન પઠાણ ઉર્ફે સફી ભાઈના પરિવારની કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો.

આ બનાવ અંગે હજી પોલીસ ફરિયાદ નોંધી રહી છે પરંતું મળતી માહિતી મુજબ અંકલેશ્વરના પઠાણ કુટુંબના સભ્યો કારમાં અજમેર ગયા હતાં. જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતાં ત્યારે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લીધી હતી.

જોકે અજાણ્યા વાહનનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં શેખ પરિવારના ચારથી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી આ બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

દહેજ : જમીન મુદ્દે સાસુ અને દિયરના ત્રાસથી પરિણીતાએ ઓઢી આગની ચાદર કર્યો આપઘાતનો પ્રયાસ

દહેજના પણીયાદરા ગામ ખાતે જમીન મુદ્દે સાસુ અને દિયરના ત્રાસથી પરિણીતાએ આગચંપી કરી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.
દહેજના પણીયાદરા ગામના ઊંડા ફળિયામાં રહેતી પરિણીતાના લગ્ન ગત તારીખ 13 મે, 2013ના રોજ રાજેશ ગોહિલ સાથે થયા હતા. જેમને આઠ વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનોનું સુખ પ્રાપ્ત થયું હતું. ગત તારીખ 4 નવેમ્બર, 2021ને દિવાળીના દિવસે તેઓ પોતાના પતિ, બાળકો, સાસુ પાર્વતીબેન ગોહિલ અને સસરા અમરસંગ ગોહિલ સાથે સહ પરિવાર ઘરે હતા. તે દરમિયાન રહીયાદ ખાતે રહેતો તેણીનો દિયર મહેશ ગોહિલ તેની પત્ની સાથે આવ્યો હતો અને દિયર અને સાસુએ રેશમાબેન સાથે વડીલો પારજીત જમીનના ભાગ મુદ્દે તકરાર કરી હતી.
વધુમાં સાસુ અને દિયરે ભાભીને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ બંને તેણીને છેલ્લા બે વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપી અવાર નવાર ઝઘડો કરતા હતા, જે ઝઘડાનું લાગી આવતાં પરિણીતાએ ઘરમાં રહેલ કેરોસીન પોતાના શરીરે છાંટી આગ લગાવી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને પ્રથમ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે દહેજ પોલીસે સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

ભરૂચ: નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર પુનઃ એકવાર છઠપૂજા કરાઇ રદ્દ

ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં ઉજવણીની મંજૂરી મળતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર ઉજવણી રદ કરવાનો નિર્ણય દિનકર સેવા સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.

આજથી ચાર દિવસીય ચાલનારા લોક આસ્થાના મહાપર્વ છઠપર્વની શરૂઆત થઈ ગઈ છે. છઠને લઈને નદીઓ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. છઠ પૂજાનું મહત્વ સૌથી વધુ ઉત્તર ભારતમાં જોવા મળે છે. ભરૂચમાં પણ નિલકઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ પર દર વર્ષે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
આ છઠપૂજામાં આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનો વિશેષ મહાત્મ્ય છે અને છઠપૂજા દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય નાગરિકો નિલકઠેશ્વર મહાદેવ મંદીર ખાતે ઉમટી પડતા હોય છે.
જો કે ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં ઉજવણીની મંજૂરી મળતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર ઉજવણી રદ કરવાનો નિર્ણય દિનકર સેવા સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.

દિનકર સેવા સમિતિના જીતેન્દ્ર રાજપુત પાસેથી મળતી માહિતી અનુસાર નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા ઘાટ પર દિનકર સેવા સમિતિ દર વર્ષે મહાપર્વ છઠપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.પણ વૈશ્વિક મહામારી કોરોનાકાળના પગલે છઠપૂજા અગાવ પણ રદ્દ કરવામાં આવી હતી.

ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા મર્યાદિત સંખ્યામાં છૂટછાટ આપતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉજવાતા છઠપર્વ પૂજાની ઉજવણી રદ કરવામાં આવી છે.જેનો ખેદ વ્યક્ત કરતા જીતેન્દ્ર રાજપુતે વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે મહાપર્વની ઉજવણી ઘર પાસે ખુલ્લા પ્લોટ કે જમીનમાં ખાડો ખોદી સૂર્યદેવ ને અર્ધ્ય આપી ઉજવણી કરવામાં આવે સાથે આજથી શરૂ થતાં છઠપર્વની ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી.

•હરેશ પુરોહિત, ન્યુઝ લાઇન,ભરૂચ

જંબુસર : વેડજમાં ગેંગ રેપ થયાની ફરીયાદ, બે ઝડપાયા

જંબુસર તાલુકા ના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર મા ગેંગ રેપ અંગે ની ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

જંબુસર તાલુકા ના એક ગામના ના એક મહિલા સાથે વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર ની હદમાં આવેલ એક ખેતરમા એક મહિલા જેઓ બપોર ના સમયે કપાસના ના ખેતર મા વાંદરાઓના ત્રાસ ને કારણે કપાસ ના પાકને સાચવવા ગયેલ તે સમયે કારીયો ર્ઉર્ફે કાલિદાસ ગેમલ પઢીયાર અને યોગેશ રણજિત પરમાર એ આવી ભોગ બનનાર મહિલાને ખેતરમાં બનાવેલ માંચડા પરથી નીચે પાડીને કપાસના ખેતરમા ઢસડી જઈ તેની સાથે દુષ્કર્મ આચારેલ.જે અંગે ફરિયાદ કરાતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આ મામલે વેડચ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી. આર. પટેલે સઘન તપાસ કરી ગણતરી ના કલાકોમાં જ આરોપીઓને શોધી કાઢી અને તેમની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. હાલમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ બાદ આગળની કાર્યવાહી ના ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

•મોહમ્મદ ખત્રી ન્યુઝલાઇન, આમોદ

મેચ પૂર્વે જ અબુ ધાબી ગ્રાઉન્ડના ભારતીય પીચ ક્યુરેટર મોહન સિંહનું શંકાસ્પદ મોત

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રવિવારે બપોરે અબુ ધાબી ગ્રાઉન્ડ પર મેચ રમાઈ હતી. મેચ શરૂ થાય તેની ગણતરીના કલાકો અગાઉ આ ગ્રાઉન્ડના ચીફ પીચ ક્યુરેટર અને ભારતીય એવા મોહન સિંહનું શંકાસ્પદ મોત થતા ખળભળાટ મચી ગયો છે. યુએઈ ક્રિકેટના સૂત્રોના મતે મોહન સિંહનું દુઃખદ નિધન થયું છે. મોત પાછળનું કારણ જાણી શકાયું નથી. આ અંગે વિસ્તૃત માહિતી હવે પછી જાહેર કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મહત્વપૂર્ણ મેચ અગાઉ જ અબુ ધાબી ગ્રાઉન્ડના મુખ્ય પીચ ક્યુરેટરના મોતથી અનેક સવાલો ઉભા થયા છે.

મોહન સિંહ ગઢવાલના વતની હતા અને તેઓ અગાઉ બીસીસીઆઈના ચીફ ક્યુરેટર દલજીત સિંહ સાથે મોહાલીમાં કામ પણ કરી ચુક્યા છે. તેઓ 2000માં યુએઈમાં સ્થાયી થયા હતા અને અબુ ધાબી ગ્રાઉન્ડના મુખ્ય પીચ ક્યુરેટર તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે તેનું શંકાસ્પદ મોત થયું હતું. આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું સૂત્રએ જણાવ્યંન હતું.

બોર્ડના મુખ્ય પીચ ક્યુરેટર દલજીત સિંહ 22 વર્ષથી સેવામાં છે અને તેમણે મોહનના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, તે એક હોશિયાર વ્યક્તિ હતો. મોહન સખત મહેનતું અને કુશળતા ધરાવતો યુવક હતો. કેટલાક સૂત્રના મતે આ આત્મહત્યા હોવાની આશંકા છે પરંતુ સમગ્ર હકિકત તપાસ બાદ જ જાણી શકાશે.
•સૌજન્ય: એજન્સી, અબુ ધાબી

રાજપારડી: રવજીભાઇ વસાવા દ્વારા તલોદરા ખાતે ભાઇબીજ પર્વની કરાઇ અનોખી ઉજવણી

દિવાળીની વિદાય બાદ શરૂ થતું નવું વર્ષ નવા ઉત્સાહ અને ઉમંગથી શરૂ થતું હોય છે.નવા વર્ષની શરૂઆતનો બીજો દિવસ એટલે ભાઇબીજ. ભાઇબીજનું પર્વ એટલે રક્ષાબંધનની જેમજ ભાઇ બહેન વચ્ચેના સ્નેહ અને લાગણીનું પર્વ.ભાઇબીજના દિવસે ભાઇ પોતાની બહેનોને યથાયોગ્ય ભેટ આપીને પર્વને સ્નેહમય બનાવતો હોય છે.
સમગ્ર ભારતમાં ભાઇબીજનું પર્વ ઉમંગભેર મનાવાતુ હોય છે.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે ભાજપા અગ્રણી રવજીભાઇ વસાવાએ ભાઇબીજના પર્વને અનોખી રીતે મનાવ્યું હતુ. આ પ્રસંગે તેમના દ્વારા ગામની ૧૨૧ જેટલી બહેનોને સાડીની ભેટ આપવામાં આવી હતી. ભાઇબીજના આ સાડી વિતરણ કાર્યક્રમમાં રવજીભાઇ વસાવાની સાથે યુવા કાર્યકર દિનેશભાઇ વસાવા હાજર રહ્યા હતા. ગામની બહેનોએ સાડીની ભેટ સહર્ષ સ્વિકારીને તેમને પર્વની શુભેચ્છા પાઠવી હતી.

•ફારૂક ખત્રી ન્યુઝલાઇન, રાજપારડી

અંકલેશ્વર- હાંસોટ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ૩ થી વધુને ઇજા

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ૩ થી વધુ ઇસમોને ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે ખસેડયા હતા.
તા.7 નવેમ્બરના રોજ બાઈક નંબર-જી.જે.16.સી.આર.6195 લઈને એક યુવાન અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વ્રજ વીલા સોસાયટી સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ કાર નંબર-જી.જે.05.જે.ડી.1199ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જી કાર બાજુમાં આવેલી કાંસમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી.

ગુજરાતમાં પહેલીવાર હાંસોટના અંભેઠા ગામે ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલની યોજાઇ મીટીંગ

આજ રોજ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અંભેઠા ગામ માં હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તી બાવા સાહબ ની દરગાહ શરીફ માં ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલ ની એક અગત્ય ની પહેલી વાર ગુજરાત રાજ્ય માં મીટીંગ યોજવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અંભેઠા ગામ માં હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તી બાવા સાહબ ની દરગાહ શરીફ માં ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલ ની એક અગત્ય ની પહેલી વાર ગુજરાત રાજ્ય માં મીટીંગ યોજવામાં આવી હતી.
આ મીટીંગ માં ખાસ મહેમાન તરીકે અજમેર શરીફ થી હઝરત સૈયદ જૈનુલઆબેદીન દીવાન સાહબ નાં સુપુત્ર અને ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલ નાં ચેરમેન હઝરત સૈયેદ નસીરુદ્દીન બાવા સાહબ ઉપસ્થિત રહયા હતા અને આ મીટિંગ માં ગુજરાત રાજ્ય તેમજ ગુજરાત ની બહાર નાં બીજા રાજ્યો નાં પણ સૂફી સંતો ઉપસ્થિત રહયા હતા.
મીટિંગ માં દેશ ની શાંતિ તેમજ દરેક ધર્મનાં લોકોમાં ભાઈચારો બની રહે તેવી અનેક પ્રકાર ની ચર્ચા વિચારણા કરવા માં આવી હતી અને ભારત દેશ ની તમામ દરગાહ ની ખાનકા ને એક અગત્ય નું સ્થાન મળે એવી પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ મીટિંગ માં બાવા સાહબ એ મીડિયા સમક્ષ એમ પણ જણાવ્યું હતું કે દરગાહ ની ખાનકા ઓ માં હિન્દુ મુસ્લિમ તેમજ અનેક ધર્મ નાં લોકો આવે છે. કોઈ પણ ધર્મ માં નફરત ન ફેલાય અને ભાઈ ચારો અને મોહબ્બત બની રહે એવી એક સીધી સમજ આપવામાં આવી હતી.

•સૌજન્ય : સત્યા ચેનલ, અંકલેશ્વર

અંકલેશ્વર: પતિ પત્ની વચ્ચે નજીવા ઝઘડામાં પતિએ કરી આત્મહત્યા

અંકલેશ્વરના સાંળગપુર નજીક આવેલ મંગલદીપ સોસાયટીમાં પતિએ ગળે ફાંસો લગાવી આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મૂળ ભાગલપુર બિહારના મોહિદ્પુરના રહેવાસી અને હાલ અંકલેશ્વરના સાંળગપુર નજીક આવેલ મંગલદીપ સોસાયટી-૧માં રહેતા નિરંજન આમીર તાતીને પત્ની રાનીદેવી સાથે મોબાઇલ માંગતા થયેલ ઝઘડાનું માઠું લાગી આવતા પતિ નિરંજન તાતીએ ઘરમાં પંખા સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણ જી.આઇ.ડી.સી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે પંકજભાઈ ભુવાની નિમણુંક

કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી હતી,જેમાં ૨૦૨૧/૨૨ માટે સંગઠન બનાવવામાં આવ્યુ હતુ. બેઠકમાં રાજ્યના જિલ્લાઓના કન્વીનરોની નિમણુંક પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જીલ્લાઓના કન્વીનર અને મહિલા કન્વીનરોની નિમણુંક કરવામાં આવી હતી. દરેક જિલ્લાના કન્વીનર ભાઇઓ અને મહિલા કન્વીનરોની યાદી જાહેર કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર પદે પંકજભાઈ ભુવાની નિમણુંક કરવામાં આવી, જ્યારે મહીલા કન્વીનર તરીકે હેમાંગીબેન કેવડિયાની નિમણુંક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના સંગઠનમાં નવા નિમાયેલ કન્વીનર તથા મહિલા કન્વીનરની નિમણુંકને કમીટી દ્વારા આવકારીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

error: Content is protected !!