The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 239

નવા વર્ષના પ્રારંભે જ અંકલેશ્વર ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

નવા વર્ષના પ્રથમ દિવસે જ અંકલેશ્વરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નેશનલ હાઇવે પર ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.​​​​​​

આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલી ચાચા હોટલ પાસેથી એક ખાનગી કંપનીનો સિક્યુરિટી ગાર્ડ પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલી કાર નંબર-જી.જે.02.ડી.એન.2323 ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સિક્યુરિટી ગાર્ડને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અંકલેશ્વરમાં ત્રણ સ્થળે ફટાકડાથી લાગી આગ

અંકલેશ્વરના જી.આઈ.ડી.સીમાં આવેલી કે.વી.કંપનીમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલા લાકડામાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન ભડકે બળવા લાગ્યું હતું. આ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા ડી.પી.એમ.પીના બે જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યાં હતા. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, લાકડાઓનો જથ્થો બળીને ખાક થઈ જતા હજારોનું નુકસાન થયું છે. દિવાળી તહેવારમાં ફોડવામાં આવેલા રોકેટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

આ ઉપરાંત આગની એક બીજી ઘટના પણ સામે આવી છે. જેમાં ભડકોદ્રા ગામની સીમમાં આવેલા શેરડીના ઉભા પાકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે શેરડીનું ખેતર ભડકે બળવા લાગ્યું હતું. આગને બુજાવવા ખેડૂતોએ દોડી આવી પાણીનો છંટકાવ કર્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાની થઈ ન હતી.જોકે, આગની ઘટનામાં શેરડીનો પાક બળીને ખાક થઈ જતા ખેડૂતને નુકસાન થયું છે.

આગની ત્રીજી ઘટના અંકલેશ્વર શહેરના સર્વોદય નગરમાં બની છે. જ્યાં તાડના વૃક્ષમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જે આગને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી હતી. આગના તણખા વૃક્ષ નીચે આવેલા ઝૂપડામાં પડતા ઝૂપડું આગની લપેટમાં આવી ગયું હતું. આગને કારણે સ્થાનિકો દોડી આવ્યાં હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાની થઈ ન હતી. આમ આગની ત્રણેય ઘટના દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડા પગલે લાગી હોવાનું અનુમાન છે.

સંપૂર્ણ ઐશ્વર્યયાત્રાધામ ડાકોરમાં રણછોડજીના આશીર્વાદ મેળવવા ભક્તોની ભીડ જામી

દિવાળીના પાવન પર્વે યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. વહેલી સવારે મંગળા આરતી સાથે જ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ભક્તો જોવા મળ્યા. હિન્દુ સંસ્કૃતિ મુજબ આજના દિવસે ચોપડા પૂજન નો મહિમાં હોય છે, ત્યારે યાત્રાધામમાં આવક-જાવકના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું.
દિવાળીના પાવન પર્વે યાત્રાધામ ડાકોરમાં સવારે 6.45 ના અરસામાં મંગળા આરતી શરૂ થતાની સાથે જ ભાવિક ભક્તો રાજા રણછોડના આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. દરમિયાન બોચાસણ ખાતે અક્ષર પુરુષોત્તમ મંદિરમાં પણ દીપોત્સવી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લઇ રહ્યા છે. પાવનકારી પર્વે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

નબીપુર દયાદરા રોડ પરની નબીપુર ફાટક પર ભારે વાહન ફસાયું, સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

નબીપુર દયાદરા જવાના રોડ ઉપરની રેલ્વે ફાટકના એંગલમાં એક વાહન ફસાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. જોકે પોલીસે તાત્કાલિક દોડી આવી ટ્રાફિક યથાવત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
દિવાળીનો તહેવાર હવે ગણતરીના કલાકોજ બાકી છે તેવા સમયે બહાર રહેતા લોકો પોતાના વતન તરફ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા પ્રયાણ કરતા હોય છે. તેવા જ સમયે ભરૂચ જિલ્લાના નબીપુર દયાદરા રોડ પર આવેલ પશ્ચિમ રેલવેની ફાટક નંબર LC 187 પર એક ભારે વાહન નંબર GJ 12 Z 2638 નબીપુર થી દયાદરા તરફ જઈ રહ્યું હતું તે વેળા આ વાહન રેલવે ફાટક ઉપર લાગેલા એન્ગલમાં ભરાઈ જતા ફાટક ઉપર ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો.
એકાએક ટ્રાફિક જામ થવાને પગલે મુસાફરો અટવાઈ પડયા હતા.આ બનાવની જાણ નબીપુર રેલવે સ્ટેશન માસ્તરને કરાતા રેલવે પોલીસ ઘટના સ્થળે રવાના થઈ હતી. જેમણે ટ્રાફીક હળવો કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટના માં રેલવે પોલીસે ભારે વાહન સામે તપાસ કરી તેના ચાલક અને માલીક સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી હતી.

ભરૂચ: કોરોના સ્મશાન નજીક નદીમાંથી મળ્યો એક યુવકનો મૃતદેહ

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ગોલ્ડનબ્રીજના દક્ષીણ છેડે આવેલા કોરોના સ્મશાન નજીક પાણીમાં તરતો એક એસમનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથધરી છે.
ભરૂચ-અંકલેશ્વર કોરોના સ્મશાન નજીક નર્મદા નદીના પાણીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ તણાઇ આવ્યાની જાણ સ્મશાન સંચાલક અને સામાજિક કાર્યકર એવા ધર્મેશ સોલંકીને કરાતા તેણે તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને વિકૃત હાલતમાં બહાર કાઢયો હતો અને આ ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આ મરનાર યુવાન કોણ છે? ક્યાંનો છે તેના વાલીવારસ કોણ છે અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથધરી છે.

ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ 108 એમ્બ્યુલન્સની ટીમ સજ્જ, 90 જેટલા કર્મચારીઓની રજા કરાઇ રદ્દ

108 ઇમરજન્સી સેવાના કર્મીઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તેમજ કોઈ પણ સમયે 24/7 કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે 108 એમ્બ્યુલન્સ ભરૂચની ટીમે તૈયારીઓ કરી લીધી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસોમાં અકસ્માતના તેમજ અન્ય ઇમર્જન્સી કેસોમાં નોંધ પાત્ર વધારો થાય છે. તેને પહોંચી વળવા ભરૂચ 108ના કર્મીઓ પોતે નોકરી પર હાજર રહીને તહેવારોની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તે માટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે. તહેવાર દરમિયાન ભરૂચ જિલ્લાની 108 સેવાની 19 એમ્બ્યુલન્સના 90 જેટલા કર્મચારી પ્રજાની સેવામાં રહેશે. આ 90 જેટલા 108 કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના બધા જ નાગરિકો પોતાના સ્વજનો સાથે હર્ષોલ્લાસથી તહેવારોની મજા માણી શકે તે માટે 108ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી (વર્ચુઅલ- ઉજવણી) પધ્ધતિથી પોતાના પરિવાર સાથે ઉજવણીમાં શામેલ થશે. 108ના કર્મીઓ, પોલીસ અને હોસ્પિટલના કર્મીઓ કે જેઓ મહામારી હોય કે તહેવાર, પોતાના ઘરેથી દૂર રહી નાગરિકો માટે ખડે પગે રહે છે. ભરૂચ જિલ્લાની 108ની ટીમે દિવાળીના તહેવારોમાં ઇમર્જન્સીને પહોંચી વળવા અને 24/7 ખડે પગે રહેવા પૂરી તૈયારીઓ કરી લીધી હતી.

પીધેલા ડ્રાઈવર-કંડકટરના પાપે સુરતથી નીકળેલી સ્લીપર બસના 140 મુસાફરો અટવાયા

સુરતથી સોમવારે સાંજે સ્લીપર લકઝરી બસમાં સવાર થઈ રાજસ્થાન, ગોરખપુર સહિત માદરે વતન જવા નીકળેલા 140 પરપ્રાંતિયોને ડ્રાઈવર-કંડક્ટરે રૂપિયા 4થી 4.50 લાખ જેટલું ભાડું વસૂલી લીધા બાદ નબીપુરની પ્રિન્સ હોટલ ઉપર રઝળતા મૂકી દેવાનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં નબીપુરની પ્રિન્સ હોટલ ઉપર રાતે 10 વાગે સુરતથી 140 મુસાફરોને વતન લઈ જવા ઉપડેલી બસ આવી પહોંચી હતી. રઘુનાથ ટ્રાવેલ્સ રાજસ્થાનની (RJ-06-PA-4111) સ્લીપર લકઝરી બસમાં મુસાફરોની ક્ષમતા કરતા બેગણા લોકોને ઘેટાં બકરાની જેમ ભરી વ્યક્તિ દીઠ 3500થી 3600 જેટલું ભાડું વસુલાયું હતું.
હોટલ ઉપર મુસાફરોએ નાસ્તા-પાણી કર્યા બાદ લકઝરી બસ ઉપર પહોંચતા ડ્રાઈવર-કંડકટર જ ગાયબ થઈ ગયા હતા. આખી રાતની શોધખોળ બાદ બાજુની હોટલમાંથી બન્ને જણા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. મુસાફરોને બસ બગડેલી હોય હવે આગળ નહિ જાય અને તમારે બીજી બસમાં જવું હોય તો મારી પાસે 40 હજાર પડેલા હોવાનું કહી લકઝરીના પીકે ડ્રાઈવર-ક્લીનરે પોતાનું પોત પ્રકાશયું હતું.
બસ ભાડું લઈ રઝળતા મુકી દેવાયેલા 140 મુસાફરોમાં 9 મહિલા અને 12 બાળકો પણ હોય જેઓની હાલત કફોડી બની હતી. બીજી તરફ રઘુનાથ ટ્રાવેલ્સના માલિકે પણ રાતથી તેનો મોબાઈલ બંધ કરી દીધો હતો. અંતે મુસાફરો પીધેલા ડ્રાઈવર કંડકટરને લઈ નબીપુર પોલીસ મથકે પોહચતા ટ્રાવેલ્સના માલિકે સુરતથી બીજી બસમાં આ લોકોને વતન મોકલવા મંગળવારે બપોરે મોકલેલી બસ પણ સાંજ સુધી નહિ આવતા પૈસા વગર ભુખા-તરસા બનેલા મુસાફરોની સ્થિતિ અત્યંત લાચાર બની ગઈ હતી.

8 નવેમ્બરથી સરકારી કર્મચારીઓ બાયોમેટ્રિક હાજરી પૂરાવવાના આદેશ જારી

માર્ચ 2020 માં દેશમાં કોરોનાએ દસ્તક દીધા બાદ લોકડાઉન લાગુ કરાયું હતું. કોરોનની બીજી ળહેરના દેશમાં ગંભીર પરિણામ જોવા મળ્યા હતા. સરકારે સીધો સંપર્ક અને સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે આ સમયગાળા દરમ્યાન બાયોમેટ્રિક હાજરીમાંથી સરકારી બાબુઓને મુક્તિ આપી હતી.
કેન્દ્ર સરકારે 8 નવેમ્બરથી તમામ સ્તરના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી નોંધાવવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે(Ministry of Personnel, Public Grievances and Pensions) એ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. કોરોનાથી સલામતીને ધ્યાનમાં રાખીને બાયોમેટ્રિક મશીનોની બાજુમાં સેનિટાઇઝર ફરજિયાતપણે મૂકવામાં આવે અને હાજરી નોંધાવતા પહેલા અને પછી તમામ કર્મચારીઓ તેમના હાથને સેનિટાઇઝ કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી વિભાગના વડાઓની રહેશે.
મંત્રાલયે જણાવ્યું છે કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસોમાં દરેક સમયે કોવિડ-પ્રોટોકોલનું સખતપણે પાલન કરશે. નોંધપાત્ર રીતે કોરોના વાયરસ રોગચાળાના ફાટી નીકળવાના કારણે કર્મચારીઓને અગાઉ બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
મંત્રાલયે આ અંગે કેન્દ્ર સરકારના તમામ વિભાગોને આદેશ જારી કર્યો છે. આદેશમાં મંત્રાલય દ્વારા સૂચના આપવામાં આવી છે કે તમામ કર્મચારીઓએ હાજરી નોંધાવતી વખતે છ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. જો જરૂરી હોય તો ભીડને ટાળવા માટે વધારાના બાયોમેટ્રિક એટેન્ડન્સ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવી શકે છે.મંત્રાલયે કોરોના સામે રક્ષણ માટે કર્મચારીઓ માટે દરેક સમયે માસ્ક અથવા ફેસ કવર પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. ઓર્ડર હેઠળ બાયોમેટ્રિક હાજરીની નોંધણી કરવા માટે ઉતાવળ કે બીડ કરવી નહિ પરંતુ તમારા વારાની રાહ જોવા સાથે વિભાગીય બેઠકો અંગેના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકો કરવાની રહેશે.
માર્ચ 2020 માં દેશમાં કોરોનાએ દસ્તક દીધા બાદ લોકડાઉન લાગુ કરાયું હતું. કોરોનની બીજી ળહેરના દેશમાં ગંભીર પરિણામ જોવા મળ્યા હતા. સરકારે સીધો સંપર્ક અને સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે આ સમયગાળા દરમ્યાન બાયોમેટ્રિક હાજરીમાંથી સરકારી બાબુઓને મુક્તિ આપી હતી. દેશમાં 100 કરોડ વેક્સિનેશન ડોઝ પુરા થવા સાથે સ્થિતિ હવે કાબુમાં નજરે પડતા ફરી પ્રિ કોવીડ સ્તરની કામગીરીઓ શરૂ થઇ રહી છે. સરકારે ૮ નવેમ્બરથી ફરી બાયોમેટ્રિક હાજરી ફરજીયાત બનાવી છે.

ભરૂચ: પાવડરની લૂંટ અને ડ્રાઇવરની હત્યાના 2 આરોપીઓ સુરત થી ઝડપાયા

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ પાસે 28 તારીખના રોજ એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ડ્રાઇવર દહેજ થી PTA નામનો પાઉડર ભરીને નીકળ્યો હતો. ટેન્કરને લૂંટી નરૂલ ઈસ્માઈલ હોદ્દા તેમજ અબ્દુલ અઝીઝ ખાન નામના બે લુટારુએ આ ડ્રાઈવરને જાનથી મારી નાખી તેની લાશ નબીપુર પાસે વગુસણા ગામ નજીક ભરૂચથી વડોદરા જવાના માર્ગ પર રોડની સાઇડમાં કાંસમાં ફેંકી ટેન્કરમાં ભરેલ 2664000 કિંમતનો 31 ટન પાઉડર ની લૂંટ ચલાવી ફરાર થયા હતા.

આ અંગે ભરૂચ જિલ્લાની પોલીસની સાથે સાથે સુરત જિલ્લા પોલીસ પણ આરોપીઓને શોધવા કામે લાગી હોય. એલસીબી ટીમને બાતમી મળી હતી. કે આ ઘટનાના આરોપી માંગરોળ તાલુકાના કોઠવા ગામના પાટિયા પાસે ઊભા છે, અને સેલવાસ તરફ જઈ રહ્યા છે જે બાતમીના આધારે આ બંને ને એલસીબીએ ઝડપી પાડયા હતા. તેમની અંગજડતી કરતા તેમની પાસેથી પાંચ લાખ 81 હજાર રૂપિયા આવ્યા હતા.

રૂપિયા બાબતે તેમને તપાસ કરતાં તેમણે દહેજ રોડ ઉપર ડ્રાઇવર મુકેશ યાદવની હત્યા કરી તેના કબજાનો પાઉડર ભરેલું ટેન્કરની લૂંટ ચલાવી હોવાનું કબુલાત કરી હતી. આ પાઉડર તેમણે અનિલભાઈ નામના ઈસમને સસ્તામાં વેચાણથી આપી દીધો હતો અને તે જ આ પાંચ લાખ રૂપિયા હોવાનું તેમણે કબૂલ્યું હતું. આ માલ ખરીદનાર અનિલભાઈ તેમને કઠવા ગામ નજીક ઉતારી મૂક્યા હતા જેથી આ ઈસમોની સાથે રાખીને પોલીસે તપાસ કરતા પોલીસને 31 ટન પાઉડરનો જથ્થો પણ પોલીસને મળી આવ્યો હતો 31 ટન પાવડરની રિકવરી કરી આરોપીઓ પાસેથી મળેલા રોકડા રૂપિયા મોબાઈલ કુલ 30 લાખ 57 હજાર નો મુદ્દામાલ કબજે લીધો હતો.

નવસારી માં વધુ એક 40 મીટર બોક્સ ગર્ડર નું કાસ્ટિંગ શરૂ

રેલવે અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશે આજે એનએચએસઆરસીએલના મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરિડોર માટેગુજરાતના નવસારી કાસ્ટિંગ યાર્ડમાં 40 મીટરસ સ્પેનના વધુ એક ફુલ સ્પેન પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (પીએસસી) બોક્સ ગર્ડરના કાસ્ટિંગનોશુભારંભ કર્યો. ગત મહિને,28 ઓક્ટોબરે ગુજરાતના આણંદમાં કાસ્ટિંગ યાર્ડમાં પ્રથમ ફુલ સ્પેન ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રીમતી દર્શના જરદોશે એનએચએસઆરસીએલ તેમજ એલએન્ડટીને અભિનંદન આપતા કહ્યું, “જ્યારે દેશ કોરોનાનો સામનોકરી રહ્યો હતો ત્યારે પણ એનએચએસઆરસીએલ તથા એલએન્ડટીએ કોરોના સંબંધિત સુરક્ષા અપનાવતા જોરશોરથી કામ ચાલુ રાખ્યુતથા આ પ્રોજેક્ટને આજે આ મુકામ સુધી પહોંચાડ્યો.” તેમણે એમ પણ જણાવ્યું કે આ પ્રોજેક્ટ પર કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે અનેટૂંક સમયમાં જ આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળશે.
40 મીટર સ્પેનના પીએસસી બોક્સ ગર્ડરનું વજન લગભગ 970 મેટ્રિક ટન છે,જે ભારતના નિર્માણ ઉદ્યોગમાં સૌથી ભારે પીએસસી બોક્સગર્ડર હશે. 40 મીટર સ્પેન ગર્ડરને સિંગલ પીસ સ્વરૂપે કાસ્ટ કરવામાં આવે છે એટલે કે કોઈ નિર્માણ જોડાણ વિના કે જેમાં 390 ઘન મીટરકોંક્રિટ અને 42 મેટ્રિક ટન સ્ટીલ સામેલ છે.
વાયડક્ટના નિર્માણમાં ગતિ લાવવા માટે, સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચરનું નિર્માણ સમાંતરમાં કરવામાં આવ્યું છે. સબસ્ટ્રક્ચર એટલેપાઈલ, પાઈલ કેપ, પિયર અને પિયર કેપનું કામ પ્રગતિ પર છે, સુપરસ્ટ્રક્ચર માટે, ફુલ સ્પેન ગર્ડર્સ અને સેગમેન્ટલ ગર્ડર્સને કાસ્ટ કરવા માટેસંરેખણ સાથે કાસ્ટિંગ યાર્ડ વિકસિત કરવામાં આવ્યું છે કે જેથી તેમને કાસ્ટ પિયર કેપ્સ પર ભારે મશીનોનો ઉપયોગ કરીને લોન્ચ કરીશકાય.
સુપરસ્ટ્રક્ચર માટે મોટાભાગના ગર્ડર 30,35 અને 40 મીટર લાંબા પૂર્ણ સ્પેનના હશે, જો કે, એ સ્થળો માટે જ્યાં સાઈટનો અભાવ છે, પ્રીકાસ્ટ સેગમેન્ટના સેગમેન્ટલ લોન્ચિંગનો ઉપયોગ કરવામાં આવશે. સેગમેન્ટલ ગર્ડરની તુલનામાં ફુલ સ્પેન ગર્ડરને પ્રાથમિકતા આપવામાંઆવે છે કેમકે ફુલ સ્પેન ગર્ડર લોન્ચિંગ પ્રગતિ સેગમેન્ટલ ગર્ડર લોન્ચિંગની તુલનામાં સાત ગણું ઝડપી હોય છે.
ગર્ડરોના કાસ્ટિંગ માટે સંરેખણ સાથે સાથે 23 કાસ્ટિંગ યાર્ડ વિકસિત કરવામાં આવી રહ્યા છે. પ્રત્યેક કાસ્ટિંગ યાર્ડ આવશ્યકતા અનુસાર16થી 93 એકરના ક્ષેત્રમાં ફેલાયલ છે અને હાઈસ્પીડ રેલ અલાઈનમેન્ટની નજીક સ્થિત છે. ગુણવત્તા સાથે ગર્ડરોના ત્વરિત કાસ્ટિંગ માટે, પ્રત્યેક કાસ્ટિંગ યાર્ડમાં રિબર કેજ બનાવવા માટે જિગ્સ, હાઈડ્રોલિક સ્વરૂપે સંચાલિત પ્રી-ફેબ્રિકેટેડ મોલ્ડ્સ સાથે કાસ્ટિંગ બેડ, બેચિંગપ્લાન્ટ, એગ્રીગેટ સ્ટેકિંગ એરિયા, સિમેન્ટ સાઈલો, ગુણવત્તા પ્રયોગશાળા અને વર્કમેન કેમ્પ જેવી સુવિધાઓ વિકસિત કરવામાં આવ્યો છે.
ફુલ સ્પેન પ્રી-કાસ્ટ બોક્સ ગર્ડર્સને સ્ટ્રેડલ કેરિયર, બ્રિજ લોન્ચિંગ ગેન્ટ્રી, ગર્ડર ટ્રાન્સપોર્ટર અને લોન્ચિંગ ગેન્ટ્રી જેવી ભારે મશીનરીનોઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ માટે ગર્ડરોની સતત સપ્લાઈ સુનિશ્ચિત કરવા માટે બોક્સ ગર્ડરોની કાસ્ટિંગ અગ્રિમ રીતેકાસ્ટિંગ યાર્ડમાં કરવામાં આવશે અને વ્યવસ્થિત રીતે સ્ટેક કરાશે. સ્ટ્રેડલ કેરિયર બોક્સ ગર્ડરને સ્ટેકિંગ યાર્ડથી ઉઠાવશે અને બ્રિજલોન્ચિંગ ગેન્ટ્રીને ફીડ કરાશે, જે બોક્સ ગર્ડરને ઉઠાવશે અને ગર્ડરને પિયર કેપ પર બેરિંગ્સની ઉપર રાખશે. બ્રિજ લોન્ચિંગ ગેન્ટ્રી પ્રથમ 3*4 બોક્સ ગર્ડર્સ લોન્ચ કરશે, જેના પર ગર્ડર ટ્રાન્સપોર્ટર રાખવામાં આવશે અને ગર્ડર ટ્રાન્સપોર્ટર અને લોન્ચિંગ ગેન્ટ્રીનો ઉપયોગ કરીને ક્રમિકરીતે ગર્ડર્સનું લોન્ચિંગ આગળ પણ ચાલુ રાખશે.
લોન્ચિંગ માટે કાસ્ટિંગ યાર્ડ અને ભારે મશીનરીની યોજના એ પ્રકારે બનાવાઈ છે કે એક મહિનામાં લગભગ 300 ફૂલ સ્પેન બોક્સ ગર્ડરકાસ્ટિંગ અને લોન્ચિંગની ચરમ આવશ્યકતાને પરિપૂર્ણ કરી શકાય, જે એક મહિનામાં લગભગ 12 કિલોમીટર સુપરસ્ટ્રક્ચર કાસ્ટિંગ અનેઈરેક્શનને સમાન છે.
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ (એમએએચએસઆર) 508 કિમીમાંથી, 352 કિમી ગુજરાત રાજ્ય (348 કિલોમીટર) અને દાદરાઅને નગરહવેલી (4 કિલોમીટર)માં અને બાકી 156 કિલોમીટર મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત છે. મેસર્સ એલએન્ડટી 352 કિમીમાંથી, 325 કિમીલંબાઈ માટે કાર્યકારી એજન્સી છે. તેમને બે પેકેજ એટલે કે C4 (237Km) અને C6 (88Km)નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

error: Content is protected !!