The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 20

અંકલેશ્વરમાં લીવ ઇન રિલેશનના લોહિયાળ અંતમાં પોલીસે હત્યારા પ્રેમી સહિત ૩ની ધરપકડ

અંકલેશ્વર શહેરમાં નાના ભાઈની પ્રેમિકાને મોટા ભાઈ અને પ્રેમીએ જ મળી મોતને ઘાટ ઉતાર્યા બાદ બે વ્યક્તિની મદદથી કોથળાને પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી હોવાની સનસનીખેજ મર્ડર મિસ્ટ્રીનો એલસીબીના ધનંજયસિંહના બાતમીદારની એક ટીપ પરથી ખુલાસો થયો છે.ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના એક ગામમાં રહેતી 20 વર્ષની મયુરી ભગત અને અંકલેશ્વરમાં રહી ગેરેજ ચલાવતો સૌરભ ગોવિંદ ગંગવાણી ઇન્સ્ટ્રાગ્રામ  પર પરિચયમાં આવ્યા બાદ એકમેકના પ્રેમમાં પડી અઢી વર્ષથી પતિ-પત્ની તરીકે લીવ ઇનમાં રહેતા હતા.

અંકલેશ્વર રામનગરમાં પુષ્પકુંજ સોસાયટીમાં અંડર કન્સ્ટ્રકશન મકાનમાં રહેતો સૌરભનો મોટો ભાઈ સંજયે સુરતી ભાગોળમાં મકાન ભાડે અપાવી નાના ભાઈ સંજય અને તેની પ્રેમિકાને રાજપીપળા ખાતેથી બોલાવી લીધા હતા.દોઢ મહિનાથી સૌરભ અને મયુરી વચ્ચે ઝઘડા થતા હતા અને હવે સૌરભ મયુરી સાથે રહેવા માંગતો ન હતો.9 ઓક્ટોબરના રોજ મયુરીને સમજાવવા સંજયે સૌરભ સાથે તેના ઘરે બોલાવી હતી. લેબર સપ્લાય અને કોન્ટ્રાકટનું કામ કરતા સંજયે તેની સાથે રહેતા 6 લોકોને સ્થળ છોડી જતા રહેવા કહ્યું હતું.મયુરીને સમજાવવા જતા તે કોઈ વાતે નહિ માનતા સંજયે તેનું ગળું દબાવી દીધું હતું.

જ્યારે પ્રેમી સૌરભે પગ દબાવી રાખ્યા હતા. બે મિનિટ સુધી હલનચલન બંધ રહેતા બંને ભાઈઓએ યુવતીને છોડતા તે શ્વાસ લેવા લાગતા મોટા ભાઈ સંજયે તેના ગમછા વડે મયુરીને ગળેફાંસો આપી દીધો હતો.યુવતીની હત્યા બાદ બંને ભાઈઓએ તેના હાથ, પગ બાંધી કોથળામાં લાશને બાંધી કલાકો સુધી લાશની પાસે બેસી રહી રાત પડવાની રાહ જોઈ હતી.રાતે 10 કલાકે સંજયે જુના દિવાના મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકરને બોલાવ્યો હતો. પોતાની બાઇક પર બેસી મયુરીની કોથળામાં બાંધેલી લાશ મૂકી પાછળ મનને બેસાડી રામકુંડ નજીકના ઢેડિયા તળાવે પોહચ્યા હતા.

જ્યાં સંજયના કહેવા પર પહેલાથી જ મોટો પથ્થર લઈ જલકુંડ ખાતે રહેતો ભરથરી ઉર્ફે બદ્રી હાજર હતો.ત્રણેય જણાએ મળી મયુરીની કોથળામાં ભરેલી લાશને મોટા પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી હતી.હત્યાને પગલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી એલસીબી અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે સંજય, મન અને ભરથરીની ધરપકડ કરી લઈ પી.આઈ આર.એચ.વાળાએ આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા પોલીસ તપાસમાં ઝડપાયેલ ત્રણેય પૈકી હત્યારો સંજય અગાઉ લૂંટના ગુનામાં સંડોવાયેલ હોવા સાથે મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકર એટીએમ ચોરીના પ્રયાસના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.તો યુવતીની હત્યા કરી બેંગલોર ભાગી ગયેલા પ્રેમીને ભરુચ એલસીબીની ટીમે બેંગલોર ખાતેથી ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વરના બોરભાઠા નજીક જવેલર્સની દુકાનમાંથી દાગીના સહિત તીજોરી ઉઠાવી તસ્કરો પલાયન

અંકલેશ્વર બોરભાઠા ગામ પાસે આવેલ લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની એક જ્વેલર્સ ની દુકાનમાંથી ઘરેણા સહિત તીજોરી પણ ઉઠાવી તસ્કરો પલાયન થયા હોવાની ઘટના બનવા પામી છે.જેમાં આશરે બે લાખથી વધુના ચાંદીના ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે.

શિયાળાની શરૂઆત થતા જ તસ્કરોની ટોળકીઓ સક્રિય બની છે. અંકલેશ્વર શહેરમાં રાત્રિ દરમિયાન ચોરીના બનાવો બનવાની ઘટના વધી રહી છે, ત્યારે અંકલેશ્વરના બોરભાઠા ગામ નજીક્માં આવેલ તક્ષશિલા સ્કૂલની સામેના લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં શિવ જ્વેલર્સ નામની દુકાનમાં ગત તારીખ1/11/2023 ના રોજ વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ અજાણ્યા તસ્કરો શિવ જ્વેલર્સની દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશી આશરે બે લાખ રૂપિયાના ચાંદીના દાગીના સાથે તીજોરી પણ ઊંચકી જઈ પલાયન થઈ ગયા હતા.પોતે પકડાઇ જવાની બીકે દુકાનમાં લાગેલા સીસીટીવી પણ તોડી નાખી તેને પણ પોતાની સાથે લઈ ગયા હતા.આ ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસને કરાતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ટીમ ડોગ સ્કોર્ડ સાથે દોડી આવી હતી અને માલિક શિવાજીભાઇની ફરીયાદ નોંધી તસ્કરોને પકડવાની કવાયત હાથ ધરી છે.

કાવીના સાલેહપોર સાંગડી ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૪ ઝડપાયા

પોલીસ સબ ઈન્સપેક્ટર વી.એ.આહીરે કાવી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમીયાન સાથેના હેડ કોન્સ્ટેબલની બાતમી હકીકત આધારે- સાલેહપોર સાંગડી ગામે, નવીનગરીમાં છાપો માર્યો હતો.

જ્યાં પોલીસે સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જાહેર જગ્યામાં પત્તા-પાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતાં ૪ આરોપીઓ જયંતીભાઇ સુરેશભાઇ પઢીયાર ઉ.વ.આ.૨૮ રહે.સાલેહપોર સાંગડી, લિંબડા ફળીયું, તા.જંબુસર, કિરણભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ ઉ.વ.આ.૨૩ રહે.સાલેહપોર સાંગડી, ડેલાવાળુ ફળીયું, તા.જંબુસર, મુકેશભાઇ દલસુખભાઇ રાઠોડ ઉ.વ.આ.૨૨ રહે.સાલેહપોર સાંગડો, ડેલાવાળુ ફળીયું, તા.જંબુસર,અર્જુનભાઇ ભાનુભાઇ ચાવડા ઉ.વ.આ.૩૫ રહે.સાલેહપોર સાંગડી, તળાવવાળુ ફળીયું, તા.જંબુસર,ને પકડી પાડયા હતા.

પોલીસે ઝડપાયેલ આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપીયા ૧૭,૦૯૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૧૧,૨૩૦/- તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂપિયા ૨૮,૩૨૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અંકલેશ્વર FDDI કેમ્પસ દ્વારા ત્રીજો ‘દીક્ષાંત સમારોહ’ યોજાયો

સત્ર 2023 ના પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ માટે દીક્ષાંત સમારોહ 1લી નવેમ્બર 2023 ના રોજ કેમ્પસ ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન કુલ 15 વિદ્યાર્થીઓ (B.Des Fashion Design) ને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ” મિસ. વસાવા દીપા (B.Des- ફેશન ડિઝાઇન) એ સંસ્થા અને વિભાગમાં ટોપર હાંસલ કરવા બદલ ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કર્યો છે.

મુખ્ય મહેમાન ડો. કિશોરસિંહ એન. ચાવડાના સંબોધનમાં માનનીય કુલપતિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) એ મહિલાઓ અને છોકરીઓના દ્વારા આવરી લેવામાં આવેલ સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે સ્નાતક થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન બાળ સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સમાજ તરફ આમાં મદદ કરવા માટે FDDI નું મૂલ્યાંકન કર્યું. તેમણે વાર્ષિક અહેવાલ પ્રેઝન્ટેશનમાં સેન્ટર ઈન્ચાર્જ પાઠવ્યા હતા અને તેમના માતા-પિતા માટે ગર્વની લાગણી અનુભવી હતી. તેમણે આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ માટે વિદ્યાર્થીઓને ડિઝાઈન ક્ષેત્ર માટે કાર્યની ગુણવત્તા વધારવા વિનંતી પણ કરી હતી.

અંતમાં સધીશ કુમાર, સિનિયર ફેકલ્ટી ફેશન ડિઝાઈન વિભાગ દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી હતી. અને રાષ્ટ્રગીત સાથે સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું.

ભરૂચમાંથી નશાનો કારોબાર ઝડપાયો :એકની ધરપકડ

સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે ભરૂચમાંથી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અંદાજિત 3 થી 4 કિલો એફેડ્રિન ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયામાં સીઆઇડી ક્રાઇમની ટીમની દોડધામ બુધવારે 1 નવેમ્બરે સતત નજરે પડતી હતી.

આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસને મદદે લેવામાં ન આવતા સ્થાનિક પોલીસ પણ સીઆઇડી ક્રાઇમના ઓપરેશનને લઈ અસમંજસમાં મુકાઈ હતી. સીઆઇડીની ટીમે એફેડ્રિન સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે. આ મામલે હજુ પોલીસનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર એફેડ્રિનના 3 થી 4 કિલોના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી સ્થાનિક છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ નિવૃત્ત સરકારી અધિકારીનો પુત્ર હોવાની પણ વિગતો જાણવા મળી રહી છે.વર્ષ 2021 જંબુસરમાંથી એફેડ્રિનની ફેક્ટરી ઝડપાઇ હતી

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઓક્ટોબર 2021માં પણ ભરૂચમાં એફેડ્રિનનો મોટો જથ્થો ઝડપાયો હતો. SOG એ જંબુસરમાંથી એફેડ્રિન ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપી પાડી હતી.પોલીસ સબ ઇન્સ્પેકટર નરેશ ગઢવીની ટીમે સીગામ ગામમાં સીમમાં રેડ કરી રાજકીય અગ્રણી અને ફાર્માસીસ્ટ સાથે 3 થી 4 આરોપીઓને ઝડપી પાડી 9.5 કિલો એફેડ્રિન ઝડપી પાડ્યું હતું.એક અહેવાલના મતે એફેડ્રિનની શોધ દવા તરીકે થઈ હતી.જેનો ઉપયોગ નશા માટે થવા લાગ્યો છે. તે અચાનક શક્તિ અને ઉત્તેજનામાં વધારો કરે છે. આ ઉપરાંત ભૂખને નિયંત્રિત કરે છે, પરંતુ તેની આડઅસરો પણ છે.  ઘણાં દેશોએ તેને પ્રતિબંધિત દવા જાહેર કરી છે. એવું માનવામાં આવે છે કે આ દવા મધ્ય એશિયાના રણમાં જોવા મળતા ‘ઇફેડ્રા’ નામના છોડમાંથી બનાવવામાં આવી હતી. અચાનક શક્તિ વધારનાર તત્વના કારણે તેની ચોક્કસ વર્ગમાં માંગ વધી હત. આ ડ્રગ્સના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ રહે છે.

દેશના નશાકારક  ડ્રગ્સ ઝડપાવાના મોટા બનાવોમાં ભરૂચના કેસનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટ 2022 માં  ભરૂચ પોલીસે પાનોલી GIDC ખાતેની ફેક્ટરીમાંથી રૂપિયા 1,382.38 કરોડની કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ જપ્ત કરી બે લોકોની ધરપકડ કરી હતી.આ સમયે  મુંબઈમાં વરલીના એન્ટી-નાર્કોટિક્સ યુનિટ અને ભરૂચ પોલીસે અલગ-અલગ કામગીરીમાં ભરૂચના પાનોલી જીઆઈડીસીમાં ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફેક્ટરીમાંથી રૂપિયા 2,407 કરોડની કિંમતનો મેફેડ્રોન જપ્ત કરવાનો દાવો કર્યો હતો.

અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, બે ફરાર

અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા ૧૦૯૮૦૦ નો મુદ્દામાલ અને બે આરોપીઓને ઝડપી લેવામાં એલસીબી ટીમને સફળતા મળી છે.

ભરૂચ જિલ્લામાં આજરોજ પીએસઆઇ  આર.કે.ટોરાણી ટીમ સાથે અંક્લેશ્વર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે ભરણ ગામ પારડી વગા તરફથી એક ફોર વ્હિલ ગાડીમાં  તરીયા ગામનો અજય હસમુખ પટેલ તથા સજોદ ગામનો અમીત ધનસુખ કટારીયા  ઇંગ્લીશ દારૂ ભરીને ભરણ ગામ તરફ આવે છે. અને આ ગાડીનું  પાયલોટીંગ બાઇક ઉપર ભરણ ગામનો મુકેશ અર્જુન વસાવા કરે છે.

એલસીબી ની ટીમે મળેલ બાતમીના આધારે ભરણ ગામની સીમમાંથી ગાડીને ઝડપી લઇને તેમાંથી  પ્રતિબંધિત વિદેશી દારૂની નાનીમોટી બોટલ નંગ ૩૫૩ કિંમત રૂપિયા ૫૪,૮૦૦ નો મુદ્દામાલ ઝડપી લેવા સાથે બે ઇસમોને પકડી લઇને અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરીને પાનોલી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો.

એલસીબી ની ટીમે આ ગુના હેઠળ  મુકેશભાઇ અર્જુનભાઇ વસાવા રહે. ભરણ ગામ નવાપરા તા.અંક્લેશ્વર જિ. ભરૂચ અને રાજેશભાઇ ખુમાનભાઇ વસાવા રહે. નવા તરીયા નહેર ફળિયુ તા.અંક્લેશ્વર જિ. ભરૂચનાને ઝડપી લઇને અન્ય બે ઇસમો  અજયભાઇ હસમુખભાઇ પટેલ રહે. નવા તરીયા તા.અંક્લેશ્વર જિ.ભરૂચ અને અમીતભાઇ ધનસુખભાઇ કટારીયા રહે. સજોદ ગામ તા. અંક્લેશ્વર જિ.ભરૂચનાને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે આ ગુના અંતર્ગત વિદેશી દારૂનો જથ્થો, ફોર વ્હિલ ગાડી,એક મોટરસાયકલ તેમજ એક મોબાઇલ મળી કુલ રૂપિયા  ૧,૦૯,૮૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.

અંકલેશ્વર લિવ ઈનમાં રહેતી મહીલાની તળાવમાંથી મળી લાશ: એક નનામા કોલે ઉજાગર થયો હત્યાકાંડ

ભરૂચ પોલીસના કોસ્ટેબલ ધનંજયસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી. કોલરે કહ્યું હતું કે “સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” . આ માહિતી સાંભળી મૂંઝવણ સાથે ધનંજયસિંહે પોતાના ઉપરી અધિકારી અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ પાસે પહોંચ્યા હતા.

પોલીસે વાતને હળવાશમાં ન લઈ તળાવમાં સર્ચ ઓપરેશનની તૈયારીઓ શરૂ કરાઈ હતી.જેમાં તાલુકાના મામલતદાર, અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ , ક્રાઇમ બ્રાન્ચ અધિકારી ઉત્સવ બારોટ અને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર એચ વાળાની ઉપસ્થિતિમાં ટિમ તળાવમાં ઉતારવામાં આવી હતી. એકાદ કલાકની જહેમત બાદ તળાવના તળિયામાંથી એક કોથળાનું પોટલું મળી આવ્યું હતુ જેમાં મોટો પથ્થર પણ હતો.

પોટલું બહાર કાઢવામાં આવતા હાજર સૌ કોઈ ચોકી ગયા હતા. આ પોટલામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી જેને પથ્થર બાંધી ફેંકી દેવાઈ હતી. પોલીસે આ યુવતી કોણ છે તેની હકીકત મેળવી બે લોકોની અટકાયત પણ કરી છે જોકે હજુ આ મામલે સત્તાવાર કોઈ માહિતી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી.આધારભૂત સૂત્રો અનુસાર મામલો પ્રેમ પ્રકરણનો હોવાના સગડ મળી રહયા છે. યુવતીની ઉંમર વિશે સ્પષ્ટતા ન હોવાથી હાલ ઓળખની માહિતી જાહેર કરવામાં આવી નથી.ઘટનાના મૂળ તરફ જવામાં આવે તો મૃતકે યુવતી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી જે લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહેતી હતી. પ્રેમીના મોટાભાઈને આ પસંદ ન હતું અને તેને આ યુગલનો નિર્ણય બદનામી સમાન લાગતો હતો.ભાઈને યુવતીથી દૂર કરવા આખરે મોટાભાઈએ યુવતીની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. આજથી લગભગ 22 થી 23 દિવસ પૂર્વે યુવતીની હત્યા કરી નાખી. લાશનું પોટલું બનાવી તમે પથ્થર બાંધી લાશ તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. બનાવ સંદર્ભે પોલીસે તબીબી તપાસ સહિતના આધારે ઘટનાના મૂળ સુધી ઉતરવાની શરૂઆત કરી છે.

અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આ મામલે જણાવ્યું હતું કે આ મહિલાને 20થી 22 દિવસ પહેલા મહિલાની હત્યા કરાઈ છે. સ્પષ્ટ ઓળખ માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. કરપીણ કત્ય કરી લાશ કોથળમાં બાંધી ફેંકી દેવાઈ હતી. અને આ લાશને ફોરેન્સિક તપાસ માટે સુરત મોકલાશે.આ ઘટનામાં પોલીસ દ્વારા જાહેર થનારી સત્તાવાર વિગતોનો ઇંતેજાર કરાઈ રહ્યો છે.

વટારીયા ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થા સાથે ઝડપાયો માત્ર ૧ મજૂર!

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે.

એક તરફ વાલિયા તાલુકામાં એલસીબી,એસ.ઑ.જીના ધામા વચ્ચે બહારની એજન્સીએ દારૂ પકડી સ્થાનિક પોલીસનો કાન કાપ્યો હોવાની ઘટના બનવા પામી છે. જેમાં પોલીસને બાતમી મળી હતી કે એક્સયુવી કાર નંબર-જી.જે.19.એ.એ.7740નો ચાલક મહારાષ્ટ્રના ખાપર ગામના દારૂના ઠેકા ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર ખાતે આપવા આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાલિયા ગામના ચાર રસ્તા ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી વૈભવી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતાં ચાલકે કાર હંકારી મૂકતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં વટારીયા ગામ પાસેથી ટ્રાફિકજામ હોય ચાલક માર્ગની બાજુની સાઈડે ઉતારી ભાગવા જતાં કાર વૃક્ષના થડ સાથે ભટકાઇ અટકી ગઈ હતી.

પોલીસે દોડી અંદર સવાર ચાર ઈસમોને પકડવાની કોશિશ કરતાં ચાર પૈકી ત્રણ ઇસમો ફરાર થઈ ગયા હતા જ્યારે પોલીસે દારૂનો જથ્થો ઉતારવા આવેલ મજૂરને પકડી પાડ્યો હતો અને કારમાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 89 હજારથી વધુનો દારૂ અને 15 લાખની કાર મળી કુલ 15.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને નંદુરબારના કાકડખૂંટ ગામના નિશાળ ફળિયામાં રહેતો મજૂર બહાદુરસિંગ સેગજી વસાવાને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારા રૂપિયા 89 હજારનો દારૂ અને કાર મળી 15.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે આ બનાવમાં પોલીસે મહારાષ્ટ્રના ખાપરથી અંકલેશ્વર લઈ જવાતો દારૂ સાથે માત્ર ૧ મજૂરને ઝડપી પાડ્યો જ્યારે દારૂ મોકલનાર સહિત 6 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.

 

ભરૂચમાં સસ્તી કિંમતે સોનું વેચવાની લાલચ આપી લોકોને ઠગતો ૧ ઝડપાયો

ભરૂચમાં સસ્તી કિંમતે સોનું વેચવાની લાલચ આપી લોકોને ઠગતા એક શખ્શને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો છે. આંતરરાજ્ય ઠગ ટોળકીનો આ સાગરીત મોટો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે જેની પૂછપરછના આધારે પોલીસ અનેક ડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવાની આશા સેવી રહી છે.

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરીએ પોતાની ટીમને વિસ્તારમાં એક્ટિવ રહી પેટ્રોલિંગ વધારવા સૂચના આપી હતી. એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ભરૂચ ડીવીઝન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન  હે.કો. અનિરૂધસિંહ રણજીતસિંહ તથા હે.કો.નરેશભાઇ અંબારામભાઇને બાતમી મળી હતી કે મુંબઈનો ઈસમ નકલી સોનાને સાચા સોના તરીકે વેચવા માટે પાલેજ ટાઉન વિસ્તારમા ફરે છે.

બાતમી આધારે પાલેજ પહોંચી પોલીસે શોધખોળ કરતા બાતમીઅનુસારનો શખ્શ મળી આવ્યો હતો. તલાસી લેતા તેની પાસેની એક નાની થેલીમા પીળા કલરની સોના જેવી દેખાતી નાના મણકાની માળા મળી આવેલ જેનુ બીલ કે આધાર પુરાવા બાબતે પુછતા તેણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. મીઠાભાઈ ગંગારામભાઇ રાઠોડ ઉ.વ. ૪ર ધંધો વેપાર રહે., ચાલી નંબર ૦૧, મકાન નંબર ૧૧,બી.આર.નગર, દિવા ઈસ્ટ, થાન,મુંબઈ મહારાષ્ટ્રની ઉંડાણ પુર્વક પુછપરછ દરમિયાન આ નકલી સોનુ મુંબઇ ખાતેથી લાવી ભરૂચ વિસ્તારમા આ નકલી સોનાને ઓછા ભાવની લાલચ આપી સાચા સોના તરીકે વેચવા માટે ફરતો હતો. પોલીસે CRPC કલમ 102 મુજબ માળા કબ્જે કરી સદર ઇસમ વિરુદ્ધ CRPC કલમ 41(1)D  હેઠળ અટક કરી પાલેજ પોલીસને સોંપ્યો છે.

મીઠાભાઈ ગંગારામભાઇ રાઠોડ વિરુદ્ધ આ અગાઉ સને ૨૦૨૧ માં આરોપી વિરૂધ્ધ હિંજવણી પોલીસ સ્ટેશન (પુણા) મહારાષ્ટ્ર ખાતે વિશ્વાસઘાતની ફરીયાદ થયેલ તેમજ ગોવા ખાતે ડુપ્લીકેટ સોનાની ચિટીંગ કરેલાનુ તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.

1 વર્ષમાં હેલમેટ ન પહેરનારા 50,000થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ!

ઘણા વાહન ચાલકો દ્વારા હેલમેટ, સીટ બેલ્ટ સહિતની સુરક્ષાની અવગણના કરવામાં આવતી હોય છે, જેને કારણે તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. એક તરફ સરકાર દ્વારા અકસ્માતો ઘટાડવા ઘણા પ્રયાસો અને અભિયાનો ચલાવાતા હોય છે, તો બીજીતરફ લોકોની બેદરકારી પણ સામે આવતી હોય છે, તેના કારણે રોડ અકસ્માતોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022માં રોડ અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે, જે 2021 કરતા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે, એટલું જ નહીં અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની પણ સંખ્યામાં વધારો થયો છે.

2022માં અકસ્માતોમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યાર્ગ પરિવહન મંત્રાલય દ્વારા અકસ્માત અંગેનો રિપોર્ટ-2022 જાહેર કાયો છે. રિપોર્ટ મુજબ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2022માં કુલ 4,61,312 રોડ અકસ્માતો નોંધાયા છે, જેમાં કુલ 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યો છે, ઉપરાંત 4,43,366 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. વર્ષ 2021ની તુલનાએ વર્ષ 2022માં અકસ્માતોમાં 11.9 ટકા, મૃત્યુઆંકમાં 9.3 ટકા અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં 15.3 ટકાનો વધારો થયો છે. લોકોની બેદરકારી અને નિયમોની અવગણના કારણે પણ રોડ અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે. હેલમેટ અને સીટ બેલ્ટ સહિતના સુરક્ષા ઉપાયોની અવગણના કરવાના કારણે 66,744 લોકોએ જીવ ગુમાવ્યો છે.

હેલમેટ ન પહેરવાથી 50029 લોકોના મોત થયા ટુ-વ્હિલર્સ વાહન પર હેલમેટ પહેરવું ખુબ જ જરૂરી છે, તેનાથી મોતની સંભાવના ખુબ જ ઘટાડી શકાય છે. દરમિયાન ગત વર્ષે હેલમેટ (Helmet) ન પહેરવાના કારણે કુલ 50029 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 35629 ડ્રાઈવરનો જ્યારે 14337 પાછળ બેસતા લોકોનો સમાવેશ થાય છે. જ્યારે સીટ બેલ્ટ (Seat Belt) ન પહેરવાના કારણે ગત વર્ષે 16715 લોકોના મોત થયા છે, જેમાં 8384 ડ્રાઈવરો અને 8331 સહયાત્રીનો સમાવેશ થાય છે.

error: Content is protected !!