The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 197

ભરૂચ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમવાર IPL થીમ ઉપર યોજાશે BPL : આઇકોન ખેલાડિઓનો યોજાયો ડ્રો

•ભરૂચના યંગસ્ટર્સને આગળ ધપાવવાનો બી.ડી.સી.એ દ્વારા કરાયો પ્રયત્ન

ભરૂચ ક્રિકેટના ઇતીહાસમાં પહેલી વખત ભરૂચ જિલ્લા ક્રિકેટ અસોશિયશન ના પ્રમુખ, ગુજરાત સરકાર માં નાયબ મુખ્ય દંડક, ભરૂચના ધારા સભ્ય દુષ્યંત પટેલ ના માર્ગ દર્શન હેઠળ તથા ભરૂચનું ગૌરવ અને આંતરાષ્ટ્રીય ખેલાડી મુનાફ પટેલ ના મેન્ટર સીપ હેઠળ ફક્ત ભરૂચના ખેલાડીઓ માટે ઇન્ડીયન પ્રિમીયર લીગ (આઇ.પી.એલ.) ના થીમ ઉપર ભરૂચ પ્રિમિયર લીગ નું આયોજન થવા જઇ રહેલ છે.

જેમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશિયેશન દ્વારા ભરૂચ જિલ્લાના જ ક્રિકેટમાં પારંગત એવા યંગસ્ટર્સને ક્રિકેટમાં રાજય અને વિશ્વના ફલક ઉપર રમવાનો મોકો મળે અને જિલ્લાનું નામ ગૌરંવિત થાય તે હેતુસર આઇપીએલ થીમ ઉપર ભરૂચ પ્રિમિયર લીગનું આયોજન કરવા નિર્ણય લેવાયો હતો.

આ લીગ માટે ૮ જેટલી ફ્રેંચાઇસીને આમંત્રીત કરી ભરૂચ લોડ્સ રંગઇન હોટલ ખાતે આઇકોન ખેલાડીઓ માટે એક ડ્રો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફુલ ૮ ફેન્ચાઇસીઓ ને ઇન્વીટેશન થી એન્ટ્રી આપવામાં આવી હતી અને આ ટીમમાં રમવા માટે ઓનલાઇન લીંક ઉપર જીલ્લા ના ફુલ ૧૨૦૦ જેટલા ખેલાડીઓ પૈકી અન્ડર- ૧૯ ના ફુલ ૧૯૦, અન્ડર-૨૩ ના ફુલ ર૮૮ અને સીનીયર કેટેગરી ના ૬૦૦ જેટલા ખીલાડીઓ દ્વારા રજીસ્‍ટ્રેશન કરાવાયું હતું. સાથે દરેક ફેન્ચાઇઝ ને ટીમ બનાવામાટે પુરતી તક મળે એ હેતુસર લીગ ના આઇકોન ખેલાડી તથા બાકીના ૧૪ ખેલાડી ડ્રો સીસ્ટમ થી લેવામા આવ્યા હતા.

ઉપરોક્ત લીગ ના ઇવેન્ટ ચેરમેન ભરૂચ જીલ્લા ક્રિકેટ એશોસીયેશન ના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર તથા સહ માનદ મંત્રી વીપુલ ઠકકર કો-ઇંવેન્ટ ચેરમેન છે. જેઓ આ લીંગ ને સફળ બનાવવા ખુબ જેહમત ઉઠાવી રહયા છે.

પઠાર ગામે અકસ્માતમાં મોતને ભેટેલ દીપડાના કરાયા અંતિમ સંસ્કાર

*નેત્રંગ – અંકલેશ્વર રોડ ઉપર પઠાર ગામના રોડ ઉપર અજાણ્યા વાહનની ટકકરે દીપડાનું થયું હતું મોત

*નેત્રંગ ના મોરિયાણા ખાતે નર્સરી માં કરાયા અંતિમસંસ્કાર

ગત તા.11/1/2022ના રોજ રાતના 10.45 કલાકની આસપાસ નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર પઠાર નજીક કોઈ અજાણ્યા વાહનની અડફેટે માથામાં અને કમરના ભાગે ગંભીર ઇજાઓના પગલે એક દીપડાનું મોત નિપજવાની ઘટના બની હતી.

જેની જાણ વન વિભાગને થતાં વનવિભાગના આર.એફ.ઓએ મૃત દીપડોકે જેનું વજન 76.600 ગ્રામ,લંબાઈ 1.40 સી.એમ.,ઉંચાઈ 0.85 સેમી. હતી તેમજ તેના નખ મૂછના વાળ પણ સહીસલામત હતા. વનવિભાગે તેને મોરિયાણા ખાતે લાવી વેટરનીટી ડોકટર પાસે પી.એમ કરાવી મોરિયાણા નર્સરી ખાતે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

ઝઘડીયા : નર્મદા ક્લિનટેક લીમી.કંપનીમાંથી સળીયા અને પાવર કેબલ મળી રૂ. ૯,૮૬,૫૯૩/-ની ચોરી

ઝધડીયા જી.આઇ.ડી.સીની નર્મદા ક્લિનટેક લીમીટેડ કંપનીમાંથી લોખંડના સળીયા અને પાવર કેબલ મળી કુલ રૂપિયા ૯,૮૬,૫૯૩/-ની ચોરી થયાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

ઝઘડીયા જી.આઈ.ડી.સી પ્લોટ નંબર ૯૦૪/૧ માં આવેલ નર્મદા ક્લિનટેક લીમી.કંપનીમાં ફરીયાદીની ઇફવા ઇન્ફ્રા એન્ડ રિસર્ચ પ્રા.લીમી. નામની કંપની દ્વારા બાંધકામનો કૉન્ટ્રાકટ આપવામાં આવેલ હોય બાંધકામને લગતો સામાન સળિયા- પાવર કેબલ ડ્રમો ખુલ્લા પ્લોટમાં મુકેલા હતા. તે જગ્યાએ થી તા.૦૫/૦૧/ર૦ર૨૨ થી તા.૦૬/૦૧/૨૦૨૨ દરમ્યાન કોઇચોર ઇસમોએ કંપનીના કંમ્પાઉન્ડમાં પ્રવેશ કરી ત્યાંથી પાવર કેબલ ડ્રમ અને બાંધકામ માટે રખાયેલા લોખંડના સળીયાની ચોરી કરાયાની પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે.

જે અંગે ઝધડીયા પોલીસ મથકમાં નર્મદા ક્લિન્ટેક લીમીટેડ વૉટર પ્યુરિફાઇ પ્લાન્ટના આસિસ્ટન્ટ મેનેજર ચંન્દ્રકાન્ત મહાજને કંપની કંમ્પાઉન્ડમાંથી પાવર કેબલ જેની લંબાઇ ૧૪રપ મીટર જેની કિં,રૂ,૪,૮૬,૫૯૩/- તથા લોખંડના સળિયા આશરે ૫,૪૯૫ મેટ્રિક ટન જેની આશરે કિં.3. ૫,૦૦,૦૦૦/- મળી કુલ્લે- ૯,૮૬,૫૯૩/-ની ચોરી થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથધરી છે.

અંકલેશ્વર : પાનોલી મહનસરીયા કંપનીમાં થયેલ રૂ.૫.૭૩ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

પાનોલી જીઆઇડીસીમાં મહનસરીયા ટાર્યર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલી ૫.૭૩ લાખની ચોરીનો ભેદ તાલુકા પોલીસ ને ઉકેલવામાં સફળતા મળી હતી. બે દિવસ પૂર્વે પાનોલી બ્રિજ ની પ્લેટ ચોરી માં ઝડપાયેલ ભંગાર ચોરો એ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે ૫,૭૩ લાખ રૂપિયાની ચોરી નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે રાજપીપળા ચોકડી પર આવેલ ઝુબેરનગર ભંગારના ગોડાઉન માંથી છુપાવેલો ચોરી સરસામાન રિકવર કર્યો હતો.

અંકલેશ્વર માં સંજાલી નવ નિર્માણ પામી રહેલા બ્રિજ સાઈડ પર થી ૨૦ હજાર રૂપિયા ની પ્લેટ ચોરી માં રાજપીપલા ચોકડી ઝુબેર નગર ખાતે ભંગાર ચોર સુનિલ કુમાર નારાયણ સહાની તેમજ સરદાર પાર્ક ખાતે આવેલ શાંતિ તીર્થ સોસાયટી ખાતે રહેતા અજયપાલ સીંગ દીપચંદ્ર ગુર્જર ની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતા મહનસરીયા ટાર્યર પ્રાઇવેટ લિમિટેડ કંપની કરેલ ચોરીની કબૂલાત કરી હતી.

પોલીસે વધુ સઘન પૂછપરછ કરતા તેઓ ચોરી ની વિવિધ ૧૬ જેટલી આઈટમ મળી કુલ ૫.૭૩.૩૭૨ રૂપિયા નો મુદ્દામાલ ઝુબેરનગર ભંગારના ગોડાઉન પાછળ છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગોડાઉન માં સર્ચ કરતા ચોરી નો નો સર સમાન મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ મથકે લઇ આવી હતી અને અન્ય ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડની તજવીજ હાથધરી હતી.

રાજપારડી: વિવિધ વિસ્તારોમાંથી અંદાજે રૂ.૨૦ લાખની વીજચોરી ઝડપાઇ

ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મંગળવારે સાંજના સમયે વીજ કંપનીની ગુજરાત રાજ્યની જી.યુ.વી.એન.એલની વિજીલન્સની ટીમોએ ચેકિંગ હાથધરી કેટલાક ગેરકાયદેસરના જોડાણોમાંથી અંદાજે રૂ.૨૦ લાખની વીજચોરી ઝડપી પાડી છે.જેના પગલે વિજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

રાજપારડીના વિવિધ નવા નવા પ્રકારે વીજચોરી કરતા ગ્રાહકોના કેબલો,લંગરીયાઓની સામગ્રી જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી છે. રાજપારડી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક વિજ જોડાણોમાં વિવિધ પ્રકારની નવીનવી તરકીબો વાપરી વીજચોરી કરાતી હોવાનુ વીજ ચેકિંગની ટીમને દેખાઇ આવ્યુ હતું.

જી.યુ.વી.એન.એલ.ની ટીમો દ્વારા વીજચોરી કરતા ગ્રાહકોને અંદાજે ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવા આવ્યો હતો ગુજરાત રાજ્યની જી.યુ.વી.એન.એલ.ની ટીમોએ મંગળાવરે સાંજે આકસ્મિક પોલીસ કાફલાના બંદોબસ્ત સાથે વિજ ચેકિંગ હાથ ધરતા વિજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ભરૂચ : ધારાસભ્ય દુષ્યંત પટેલ આવ્યા શ્રમજીવી ગરીબ પરિવારની દીકરીની વ્હારે

•કમરના મણકાની સર્જરી માટે આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ કઢાવી આપી ઓપરેશન માટે કરી વ્યવસ્થા

ભરૂચમાં મજૂરી કરી પેટયું રળતા દેવીપૂજક પરિવારની ૬ વર્ષીય દીકરી ૩ મહિના પહેલા પડી જતા કમરના ભાગે ઇજા થતાં મણકામાં ગંભીર નુકશાન થયું હતું. જેના કારણે અસહ્ય વેદના સાથે બાળકીનું હલનચલન અને રોજિંદી જીવનક્રિયા કરવામાં પણ અસમર્થતા આવી ગઈ હતી.

ત્રણ સંતાનના ગરીબ પિતાએ પોતાની મોટી દીકરીની સારવાર માટે ભરૂચથી લઈ અમદાવાદ સિવિલ સુધી ધક્કાખાવા છતાં નિદાન અને સારવાર થઈ શકી ન હતી. અંતે વિધાન સભાના ઉપદંડક અને ભરૂચના ધારાસભ્યના ધ્યાને આવતા તેઓએ જરૂરી તમામ કાર્યવાહી કરાવી આપી સ્પાઇન સર્જન પાસે આયુષ્યમાન કાર્ડ હેઠળ દીકરીના ઓપરેશનની વ્યવસ્થા તાત્કાલિક ઉપલબ્ધ કરાવી છે.

ભરૂચમાં ગરીબ પરિવારની ૬ વર્ષની દીકરીની વહારે આવી ધારાસભ્ય દુષ્યંત પટેલે મણકાની સર્જરીની વ્યવસ્થા કરી આપી છે. ભરૂચ શહેરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લાખા દેવીપૂજક મજૂરી કામ કરે છે. તેઓને 3 સંતાનો છે. જેમાં સૌથી મોટી દીકરી ૬ વર્ષની પ્રિયંકા 3 મહિના પહેલા પડી જતા કમરના મણકામાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તે પોતાની રોજિંદી ક્રિયા કરવા કે હલનચલનમાં અસ્વસ્થ બની હતી.

ભરૂચથી અમદાવાદ સિવિલ સુધી અને અન્ય હોસ્પિટલોમાં નિદાન કરાવવા છતાં પુત્રીની પીડા દૂર થઈ ન હતી. આર્થિક રીતે પણ દોડી દોડીને પડી ભાંગેલા પરિવારે અંતે ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો.

ધારાસભ્ય દુષ્યંત પટેલને સમગ્ર સ્થિતિથી વાકેફ કરાતા તેઓએ તાત્કાલિક દીકરીનું નામ રેશન કાર્ડમાં ઉમેરાવી, આવકનો દાખલો અને આયુષ્યમાન કઢાવી આપ્યું હતું. બાળકીના રિપોર્ટ વડોદરાના નિષ્ણાંત સ્પાઇન સર્જનને બતાવી હવે આ ગરીબ બાળકીને અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવવા સર્જરીની તજવીજ હાથ ધરવામાં આવનાર છે. ઓપરેશન બાદ મણકામાં ઇજાના કારણે સર્જાયેલી ખામી દૂર કરાતા પ્રિયંકા પેહલાની જેમ હરી ફરી શકવા સાથે પોતાની રોજિંદી કામગીરી કરી શકશે.

રાજપારડીમાં પતંગના દોરાથી બચવા પોલીસે બાઇક ચાલકોને ગાર્ડનું કરાયું વિતરણ

•રાજપારડી પોલીસે કુલ ૨૦૦ સુરક્ષા ગાર્ડ બાઇક ચાલકોને આપી લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો

•પી.એસ.આઇ.એ બાઇક ચાલકોને ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જાગૃત કર્યા

ભરૂચ શહેર ખાતે થોડા દિવસો પેહલા પતંગના દોરાથી એક મહિલાનુ ગળુ કપાઇ જતા કરૂણ મોત નિપજ્યુ હતુ ત્યારબાદ ભરૂચ જીલ્લામાં અન્ય બે બાઇક ચાલકોને પતંગના દોરાથી ગંભીર ઇજાઓ પહોચવાના બનાવો બનતા પોલીસ સતર્ક બની હતી અને લોકોની સલામતી અને સુરક્ષા વધારવા તાકીદે બાઇક ચાલકોને એલ્યુમિનિયમ તાર વડે બનેલા સુરક્ષા ગાર્ડનુ વિતરણ કર્યુ હતું.

રાજપારડી પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. જયદિપસિંહ જાદવે બાઇક ચાલકોને ઉત્તરાયના તહેવાર દરમિયાન બાઇકો ધીમે હંકારવી,બને ત્યા સુધી નાના બાળકો આગળ બેસાડવા નહિ,પતંગનો દોરો જો બાઇક હંકારતી વખતે આગળ આવેતો બાઇક ઉભી રાખી દોરો તોડીનેજ આગળ વધવુ જોઇએ જેથી પાછળ આવતા અન્ય બાઇકો ચાલકોને કોઇ નુકશાન ના થાય.

તેમજ ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન પ્રતિબંધિત દોરા નહિ ખરીદવા,તેમજ કોરોના મહામારીને ધ્યાને રાખી તમામ લોકોએ માસ્ક,સામાજિક અંતર,સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. પતંગના દોરાથી બચવા રાજપારડી પોલીસે સેફ્ટી ગાર્ડ આપતા બાઇક ચાલકોએ ખુશી વ્યકત કરી હતી અને પોલીસનો આભાર માન્યો હતો.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

ભરૂચ: વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામી વિવેકાનંદની ૧૫૯ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ માં પ્રાથમિક વિભાગમાં સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જન્મ જયંતીનિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.

જેમાં વિદ્યાર્થીઓએ સ્વામીજીના બાળપણના પ્રસંગો યુવા અવસ્થા ના પ્રસંગો તથા તેમના જીવન પ્રસંગો નો ચાર્ટ બનાવી તેમાં ખુબ સુંદર વર્ણન કર્યું તથા વિદ્યાર્થીઓએ વિવેકાનંદના જીવન પ્રસંગોની પોતાની આગવી વાક્છટા દ્વારા પોતાની વાણીમાં ખૂબ સારી રીતે વર્ણન કરી આપી.

આ પ્રસંગે શાળાના શિક્ષેકા વર્ષાબેન પટેલ દ્વારા પણ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ વિશે વચ્યુંઅલ માધ્યમ દ્વારા આપવામાં આવી શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને યુવાદિન નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી.

ભરૂચ : ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પાલિકા પ્રમુખે કરી પ્રજાજોગ અપીલ

ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પાલિકાની હદમાં આવતા તમામ વિજ પોલ ઉપર બાઇન્ડીંગ વાયરો લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. સાથે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ પ્રજાની સલામતીની ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે બને ત્યાં સુધી ઉત્તરાયણ દરમિયાન મોપેડ અને ફોનનો ઉપયોગ ન કરવા સુચવ્યું હતું. સાથે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ થોડા દિવસ પૂર્વે દોરી વડે ગળુ કપાવાથી એક મહિલાના મોત અંગે દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું સાથે પ્રજાને નમ્ર અપીલ કરી હતી કે બને ત્યાં સુધી તમામ સેફ્ટીનું ધ્યાન રાખી વાહન ચલાવે.

વાગરા ભારતીય કિસાન સંઘે ખેડૂતોની સમસ્યાઓ ના નિરાકરણ મામલે રાજ્યપાલ ને સંબોધી આવેદન પાઠવ્યું

• વાગરા તાલુકામાં ખેતીમાં કુદરતી અને માનવસર્જિત થયેલ નુકશાની વળતર ચૂકવે સરકાર

•ઔદ્યોગિક પ્રદુષણનો કાયમી નિકાલ ઝંખતા ખેડૂતો

•વાગરા ખાતે મબલક પ્રમાણમાં ઉત્પાદન થતા અર્ધ શિયાળુ મગનું રજીસ્ટ્રેશન ચાલુ કરી ખરીદી કરવા ની માંગ

વાગરા તાલુકા ના ખેડૂતો ખેતીની સમસ્યાઓના કાયમી નિકાલ અર્થે ભારતીય કિસાન સંઘ ના ધ્વાર ખટખટાવ્યા છે.કિસાન સંગઠને રાજ્યપાલ મહોદય ને સંબોધી ખેડૂતો ના પ્રશ્નો ને વાંચા આપતુ આવેદન વાગરા મામલતદાર ને પાઠવ્યુ હતુ.

વાગરા તાલુકામાં ઉદ્યોગ નગરી તરીકે સુવિખ્યાત બન્યો છે.જેને પગલે તાલુકાને ફાયદો તો થયો છે.પરંતુ તેના ગેરલાભની અસર સ્થાનિકો સાથે ખેતી ઉપર પણ થઈ રહી છે.તો બીજી તરફ સરકાર ખેડૂતો ની વિવિધ સમસ્યાઓનો જળમૂળમાંથી નિકાલ કરે એ તરફ ખેડૂતો આશ રાખી ને બેઠા છે.અનેક તકલીફો થી ઘેરાયેલા જગતના તાતે ભારતીય કિસાન સંઘ ના માધ્યમ થી રાજ્યપાલ ને સંબોધી વાગરા નાયબ મામલતદાર પુરવઠા ને ગતરોજ આવેદન પાઠવ્યુ હતુ.આવેદનમાં જણાવ્યા અનુસાર સમાન સિંચાઈ દૂર કરવામાં આવે.વિજળીમાં ફિક્સ ચાર્જ નાબૂદ કરી હોર્સપાવર આધારિત વીજળી આપવામાં આવે.રિસર્વે માં ખેડૂતો ને થતી હેરાનગતિ નો નિકાલ ત્વરિત કરવામાં આવે.વાગરા તાલુકામાં કુદરતી અને માનવ સર્જિત આફત થી થયેલ નુકસાની વળતર ને ચૂકવવા તેમજ વાગરા ખાતે મબલક પ્રમાણમાં ઉત્પાદન થતા અર્ધ શિયાળુ મગનું રજીસ્ટ્રેશન ચાલુ કરી ખરીદી કરવાની આવેદનમાં માંગ કરવામાં આવી છે.તાલુકામાં આવેલ ઉદ્યોગો ના પ્રદુષણ ને નાથી ખેડૂતો ને ઉગારવા ની માંગ કરતુ આવેદન ભારતીય કિસાન સંઘ દ્ધારા આપવામાં આવ્યુ હતુ.

ભારતીય કિસાન સંઘ ના જિલ્લા સંયોજક અજિતસિંહ રાજે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર ખેડૂતો ના હિત ને ધ્યાને લઇ સમસ્યાઓનું વેરાસર નિકાલ લાવે અન્યથા અમારે છેવટે આંદોલન નો માર્ગ અપનાવવો પડશે.ખેડૂતોના પ્રાણ પ્રશ્નનો ઉકેલ ના આવે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ તેમની પડખે ઉભુ રહેશે.રાજ્ય સરકાર ખેડૂતો ને હલકામાં ના લઈ જગતના તાત ની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ કરે એવી અમારી માંગ છે.

•ઝફર ગડીમલ,ન્યુઝલાઇન,વાગરા

error: Content is protected !!